સુરત: ઉકાઇ ડેમ ભયાનક સપાટીએ, 15 દરવાજા ખોલાયા, તાપી કિનારાના ગામડાઓ એલર્ટ પર

ગત રોજથી સતત પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાં જળ સપાટી ભયાવહ સ્થિતિએ પહોંચી છે. ગત રોજ ડેમમાં 5 લાખ ક્યુસેક જેટલુ પાણી એકત્ર થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. માહિતી મુજબ, હાલ ડેમમાં 2.45 લાખ ક્યુસેક પાણીની આવક છે અને ડેમની સપાટી 343.57 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ સ્થિતિને જોતા કાંઠાના 20 ગામને એલર્ટ કરાયા છે.
ડેમનું પાણી તાપી નદીમાં આવી જતા રાંદરે-સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવે ઓવરફ્લો થયો હતો. કોઝવે ઓવરફ્લો થતા સ્થાનિકોની અવરજવર બંધ કરાઈ છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ઉપરાંત, રાંદેર હનુમાન ટેકરી નજીક આવેલ ફ્લડ ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે. હાલ ડેમમાં પાણીની આવક અને સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ નજીકના ગામોમાં લોકોને એલર્ટ પણ કરાયા છે.
ઉકાઈ ડેમ pic.twitter.com/pHeNcEAQH1
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) September 18, 2023
માહિતી મુજબ, ઉકાઇ ડેમમાં ભયાવહ જળ સપાટીને પગલે પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળ સ્તર પણ વધ્યું છે, જેના કારણે બારડોલી-માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. આ કારણે નજીકના ગામોનો વાહનવ્યવહાર પણ બંધ થયો છે. આ સ્થિતિને પગલે અંદાજિત 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. માંડવીનો આમલી ડેમ પણ 99 ટકા ભરાઈ ગયો હોવાની માહિતી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુરુવાર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp