અઝાનનો અવાજ સાંભળીને BJPના સ્વતંત્ર દેવ સિંહે ભાષણ બંધ કરી દીધું, વીડિયો વાયરલ

PC: hindi.bharatexpress.com

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની તરફેણમાં પ્રચાર કરવા આવેલા CM યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સ્વતંત્ર દેવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં BJP નેતા ભાષણ આપી રહ્યા છે, આ દરમિયાન જ્યારે તેમને અઝાનનો અવાજ સંભળાય છે તો તેઓ ભાષણ બંધ કરી દે છે. જ્યારે એક પત્રકારે આ વીડિયો શેર કર્યો તો, લોકોએ તેમની પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું.

UP સરકારમાં વોટર પાવર મિનિસ્ટર સ્વતંત્ર દેવ સિંહ ગુજરાતના કચ્છમાં પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન તેઓ નાની-નાની મીટીંગો દ્વારા મતદારોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વતંત્ર દેવ સિંહ આવી જ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન અઝાન શરૂ થઈ. સ્વતંત્ર દેવ સિંહે કાનમાં અઝાનનો અવાજ સાંભળતા જ બોલવાનું બંધ કરી દીધું. જે બાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

એક પત્રકારે આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, 'BJP નેતા સ્વતંત્ર દેવ સિંહ સ્ટેજ પર આવી રહેલા અઝાનનો અવાજ સાંભળીને ભાષણને વચ્ચેથી જ રોકીને, હાથ જોડીને ઉભા છે… જગ્યા છે ગુજરાત… ભયનું વાતાવરણ પેદા કરનાર આ બતાવી શકશે નહીં.' તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર કેટલાક લોકોએ સ્વતંત્ર દેવ સિંહના વખાણ કર્યા છે, તો કેટલાક લોકોએ કટાક્ષ પણ કર્યા છે.

કોંગ્રેસ નેતા હિતેન્દ્રએ ટિપ્પણી કરી, ' તમે આ પાર્ટીની વાત ત્યારે કેમ નથી કરતા કે, જ્યારે આ પાર્ટીના લોકો મસ્જિદોની સામે વાંધાજનક નારા લગાવી રહ્યા હોય છે, અને હા… તમે 2002નો ઉલ્લેખ પણ કેમ નથી કરતા? જ્યાં આ પાર્ટીના લોકોએ 2500થી વધુ મુસ્લિમોની હત્યા કરી હતી.' કોંગ્રેસના નેતા શકીલ અહેમદે ટિપ્પણી કરી, 'જો BJP સિવાય અન્ય કોઈ પાર્ટીના નેતાએ આવું કર્યું હોત, તો PM મોદીજીના ગોદી મીડિયા અને BJPના લોકો તેને મુસ્લિમ તુષ્ટિકરણ કહી દીધું હોતે. આને જ ડબલ કેરેક્ટર કહેવાય છે.'

@Arun_Kaku05 નામના યુઝરે લખ્યું, 'તેથી તેઓ હારથી ડરે છે, અઝાનના સમયે પણ હાથ જોડીને ઉભા છે. રૂબિકા લિયાકત જી, તમે પણ જાણો છો કે, નહીંતર આ લોકો અઝાનનું કેટલું સન્માન કરે છે?' પ્રમોદ પાંડે નામના યુઝરે લખ્યું કે, 'દિવસ-રાત, હિંદુ-મુસ્લિમ કરવાવાળાઓના બસ આવા જ સંસ્કાર, ફક્ત આજે, સામે ચૂંટણી છે કે શું?'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp