20 બાળકોને શિક્ષકે લાકડી વડે ફટકાર્યા 15ને હોસ્પિટલ લઇ જવા પડ્યા

PC: youtube.com

બાળકોના માતા-પિતા બાળકોને ભણવા માટે શાળાએ મોકલતા હોય છે. પણ શાળામાં કેટલાક એવા પણ શિક્ષક હોય છે કે, તે ક્યારેય ફૂલ જેવા બાળક પર રાક્ષસની જેમ તૂટી પડે છે અને બાળકને ક્રુરતા પૂર્વક માર મારે છે. આ પ્રકારનો કિસ્સો મૂળી તાલુકાના ધોળિયા ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં બાળકો શાળાના મેદાનમાં રમતા હોવાની નાની એવી બાબત પર શિક્ષક લાકડી લઈને 20 જેટલા વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો હતો. જેના કારણે 15 જેટલા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર મૂળી તાલુકાના ધોળીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં બુધવારે ધોરણ 6થી 8ના 20 જેટલા બાળકો શાળામાં મેદાનમાં રમી રહ્યા હતા. ત્યારે અચાનક શાળાના શિક્ષક દેવેન્દ્ર ઝાલાએ વિદ્યાર્થીઓને ક્લાસની અંદર જવા માટે કહ્યું. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં બેસી ગયા ગયા હતા. જયારે પાંચ વાગ્યે વિદ્યાર્થીઓનો છૂટવાનો સમય થયો ત્યારે શિક્ષક દેવેન્દ્ર ઝાલાએ લાકડી લઇને 20 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. લાકડીથી માર મારવાના કારણે કેટલાક વિદ્યાથીઓને ઈજાઓ પણ થવા પામી હતી.

જયારે વિદ્યાથીઓ ઘરે જઈને શિક્ષકના કૃત્યની જાણ તેમના વાલીઓને કરી ત્યારે વાલીઓ તેમના બાળકોને સારવાર હોસ્પિટલમાં લઇ ગયા હતા. 20માંથી 15 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગામના સરપંચ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાળકોને માર મારનાર શિક્ષક દેવેન્દ્ર ઝાલા મૂળ ખેડા જિલ્લાનો વતની છે. તે આ ગામના એક જમીન લઇને તેમાં મકાન બનાવીને તેની પત્ની સાથે રહે છે. દેવન્દ્ર ઝાલાની પત્ની તેની સાથે સાથે શાળામાં શિક્ષિકા છે.

ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, અમને બીજા શિક્ષકે રમવા જવાનું કીધું હતું. એટલે અમે મેળાનામાં રમતા હતા. ત્યારબાદ શિક્ષક દેવેન્દ્ર ઝાલાએ ગુસ્સે ભરાઈને અમને ક્લાસ રૂમમાં પૂરી દીધા હતા અને બધાને લાકડી વડે ફટકાર્યા હતા. 

સમગ્ર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષક દેવેન્દ્ર ઝાલાને કારણદર્શક નોટીસ ફટકારીને સમગ્ર મામલે બે દિવસમાં જવાબ આપવા માટે જણાવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp