રણના અગરિયાઓનાં શરીરને મૃત્યુ બાદ અગ્નિદાહ પછી પણ દાટવા પડે છે. આ છે મોટું કારણ

PC: divyabhaskar.com

મીઠાના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો મોટો છે. કુલ ઉત્પાદનના 70% મીઠું ગુજરાતમાં પાકે છે. પણ મીઠું પકડવતા મજૂરોની સ્થિતિ દયનીય છે. ક્યારે એમના બાળકોના શિક્ષણનો પ્રશ્ન સામે છે તો ક્યારેક એમને મળનારી પ્રાથમિક જરૂરિયાતનો. મીઠાના ઉદ્યોગ સાથે જોડાયેલા 98% મજૂર તથા અગરિયા ચામડીના રોગથી પીડિત છે. એમના પગ જંગલના લાકડા જેવા સંવેદનહીન થઈ ગયા છે. આવા અગરિયાના મૃત્યુ બાદ એમના પગ અગ્નિદાહ વખતે બળતા ન હોવાથી મૃતદેહ દાટવા પડે એવી નોબત આવી છે.

એમના જીવનમાં ડોકિંયુ કરીએ તો ખ્યાલ આવે કે, કેટલીક પ્રાથમિક જરૂરિયાતનો પણ અભાવ છે. કુલ 70% ઉત્પાદનમાં 35% મીઠું ઝાલાવડ, હળવદ, કુડા, ખારાઘોઢા, પાટડી અને ઝીંઝુવાડાના રણમાં પાકે છે. આ અગરિયા તથા મજૂર રણમાં ઝૂંપડું બાંધીને રહે છે. દિવસ-રાત મીઠું પકવવા માટે મહેનત કરે છે.12થી 15 કલાક સુધી સતત પાણીમાં રહીને કામ કરવાનું હોવાથી પગની ચામડીમાં રોગ પેસી જાય છે. મીઠાના દ્રાવણમાં ઉઘાડા પગે તથા હાથમાં કોઈ પ્રકારના મોજા નહીં પહેરવાના કારણે પગ સંવેદનહીન થઈ જાય છે. કોઈ અગરિયો કોઈ બીમારીને કારણે મૃત્યુ પામે તો હિન્દુવિધિ અનુસાર અગ્નિદાહ આપી દેવાય છે. પણ સ્મશાનમાં પગ સિવાયનો ભાગ બળી જાય છે. જ્યારે પગની ચામડીમાં ખારાશને કારણે ન બળતા હોવાથી જમીનમાં દફનાવી દેવામાં આવે છે. આખા દેશમાં અગરિયાનો સમુદાય એક માત્ર વર્ગ છે જે અગ્નિદાન અને દફનવિધિ બંને કરે છે. સતત ખારાશને કારણે ચામડી સુષ્ક બની જાય છે. બીજી તરફ તડકામાં કામ કરતા હોવાને કારણે ચામડી સખત બનતી જાય છે.

જ્યારે કોઈ સામાન્ય માણસ મૃત્યુ પામે તો સ્મશાનમાં એના દેહને બળતા દોઢથી બે કલાકનો સમય લાગે છે. જ્યારે કોઈ મીઠાની સાઈટ પર કામ કરતો મજૂર કે અગરિયો મૃત્યુ પામે તો એના દેહને બળતા ચાર કલાકનો સમય લાગે છે. બીજી તરફ સામાન્ય માણસના દેહને બાળવા 10થી 12 મણ લાકડાની જરૂરિયાત રહે છે. પણ મૃતક અગરિયા માટે 15થી 17 મણ લાકડાની જરૂર પડે છે. આ વર્ગ માટે સેફ્ટિ માટેના ચોક્કસ સાધન પૂરા પાડવામાં આવે અને યોગ્ય સમયે મેડિકલ ચેકઅપ થાય તો સમગ્ર વર્ગને ચામડીના રોગથી બચાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp