કોરોના પોઝિટિવ દર્દીની બોડી માંગી તો હોસ્પિટલે પહેલા 80,000 માંગ્યા પછી...

PC: Youtube.com

કોરોનાની મહામારી વચ્ચે વડોદરાની બેંકર હોસ્પિટલની મનમાની સામે આવી છે. દર્દીના મૃત્યુ પછી પરિવારજનો પાસેથી બીલ વગર 80,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ અને મીડિયા હોસ્પિટલ પર પહોંચતા કેસ અને બદનામી થવાના ડરથી હોસ્પિટલ તંત્ર દ્વારા પૈસા ઉધાર રાખીને દર્દીના પરિવારના સભ્યોને બોડી આપવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 53 વર્ષના હરીશ પંચોલીનો 31 મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તેઓને સારવાર માટે માંજલપુર સ્થિત આવેલી બેંકર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 6 જૂન રોજ સાંજે 7 વાગ્યા પછી હરીશ પંચોલીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ વાતની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને પરીવારના સભ્યોને મૃતદેહ આપવાના બદલે હોસ્પિટલ દ્વારા 80,00 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, પરિવારના સભ્યોએ હરીશ પંચોલીને હોસ્પિટલમાં દાખલ કરતા સમયે 1 લાખ રૂપિયા એડવાન્સ જમા કરાવ્યા હતા.

પરિવારજનો પૈસા આપવા માટે તૈયાર હતા પરંતુ જ્યારે પરિવારના સભ્યોએ હોસ્પિટલની પાસેથી બીલની માંગણી કરી ત્યારે હોસ્પિટલે કાચું બીલ આપવાનું કહ્યું હતું. જેથી મામલો વધારે બીચકયો હતો. હરીશ પંચોલીના મૃત્યુ થયાના પાંચ કલાક થયા હોવા છતાં પણ પરિવારનાં સભ્યોને હોસ્પિટલ દ્વારા મૃતદેહ ન સોંપાતા પરિવારે સમગ્ર ઘટનાની પોલીસ અને મીડિયાને જાણ કરી હતી. પોલીસની દરમિયાનગીરી થતા જ કેસ અને બદનામી થવાના ડરથી પરિવારના સભ્યોને 80,000 રૂપિયાનો હિસાબ સોમવારે કરવાનું કહીને દર્દીની બોડી હોસ્પિટલ દ્વારા પરિવારના સભ્યોને આપવામાં આવી હતી.

દર્દીના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બેંકર વાળા લૂટવાનું જ કરે છે. તેઓને બીજુ કઈ નથી આવડતું. અમે જ્યારે એવું દર્દીની બોડી માંગી ત્યારે એ લોકોએ 80,000 રૂપિયાની માંગણી કરી. અમે લોકો 80,000 રૂપિયા આપવા તૈયાર છીએ પરંતુ અમે ખર્ચનું બીલ માંગીએ છીએ, તો હોસ્પિટલ વાળા કાચું બીલ આપવાની વાત કરે છે. જયારે પોલીસ આવી ત્યારે હોસ્પિટલવાળા ગભરાઈ ગયા અને એ લોકોને એવું થયું કે, હવે મીડિયામાં અને બધે અમારૂ નામ બદનામ થશે. એટલે હવે એવું કહ્યું  કે, અત્યારે બોડી લઇ જાવ આપણે સોમવારે હિસાબ જોઈ લઈશું.

પાંચ કલાક પછી જ્યારે મીડિયા અને પોલીસ આવી ત્યારે અમને આવું કહ્યું. પહેલા જ્યારે હોસ્પિટલ વાળા 80,000 રૂપિયા માંગતા હતા તે સમયે એવું કહેતા હતા કે, બોડીને સ્મશાન સુધી અમે પહોંચાડી દઈશું અને પોલીસ આવ્યા પછી એવું કહે છે કે, હવે તમે વ્યવસ્થા કરો બોડીને લઇ જવા માટેની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp