આખરે અપંગને હવે વાહન ચલાવવાનો પરવાનો આપી દેવાયો

PC: youtube.com
દિવ્યાંગ કોઈથી કમ નથી તેની પ્રતીતિ કરાવવા અને સામાન્ય વ્યક્તિઓની જેમ જ દિવ્યાંગ વ્યક્તિ અધિકારપૂર્વક અને સમ્માનપૂર્વક જીવન જીવે તેવા હેતુથી રાજ્ય સરકારે IDP-ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ આપવાનો આદેશ કર્યો છે. કેટલીક બાબતોને બાદ કરતાં હવે અપંગ વ્યક્તિ વાહનો ચલાવી શકશે. અગાઉ નીતિ વિષયક નિર્ણય કર્યો હતો હવે સત્તાવાર આદેશ અપાઈ ગયા છે. 
 
રાજ્ય સરકારે દિવ્યાંગ વ્યક્તિઓના માલિકીના પ્રથમ વાહનને મોટર વાહન વેરા માટે મુક્તિ આપેલી છે. જ્યારે આ જ પ્રક્રિયામાં ગુજરાત સરકારે હવે દિવ્યાંગ વ્યક્તિઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં સરળીકરણ કરી દીધું છે. જોકે દિવ્યાંગ વ્યક્તિ પરદેશમાં જાય અને વાહન ચલાવવા માંગતા હોય તો તે સામાન્ય વ્યક્તિની જેમ જ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ જેને IDP તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે દિવ્યાંગ વ્યક્તિ પણ ઇન્ટરનેશનલ
ડ્રાઇવિંગ પરમીટ પણ આસાનીથી મેળવી શકશે અને પરદેશમાં પણ પોતે વાહન ચલાવવાનો અધિકાર પ્રાપ્ત કરી શકશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં લાયસન્સ ધરાવનાર ભારતનો નાગરિક આજે દેશમાં પ્રવાસ અર્થે જાય ત્યારે પરદેશની સડકો પર પોતે વાહન ચલાવી શકે તે માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ જે આરટીઓ કચેરી માંથી અગાઉ જ્યાંથી  મળ્યું હોય ત્યાંથી મેળવી શકતું હતુ. પરંતુ આ સુવિધા  દિવ્યાંગ વ્યક્તિઓ માટે અમલી ન હતી. ત્યારે આ મામલે સરકારે કાયદાકીય બાબતોનો અભ્યાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને પણ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ આપવા માટે અને તેની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે કરવા માટે વાહન વ્યવહાર કમિશનર કચેરીને મંજૂરી આપી દીધી છે. હવે દરેક વાહન વ્યવહાર કચેરીમાંથી વાહન ચલાવવાનો પરવાનો મળી શકશે. સૌથી પ્રથમ લાયસન્સ મેળવનારને વાહન વ્યવહાર કચેરી દ્વારા સંમાનિત કરવા તૈયારી ચાલી રહી છે. 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp