તક્ષશિલા અગ્નિકાંડમાં 14 બાળકોના જીવ બચાવનાર યોદ્ધાને 2 દિવસમાં મળી આટલી સહાય

PC: bcci.tv

આર્થિક પરિસ્થિતિ ખરબ થવાને કારણે બેંકના હપ્તા ન ભરાતા બેંક ઘર સિલ કરવા સુધી આવી ગઈ હતી. તેમના પરિવારને મદદ કરવા માટે સૌ-પ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે તેટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને આપવામાં આવી હતી અને ત્યાર પછી ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અલગ અલગ સામાજીક સંસ્થા તથા સામાજીક આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.

અલગ અલગ સામાજિક સંસ્થાઓ જેવી કે, ડાયમંડ કરિયર ફાઉન્ડેશન દ્વારા 6 લાખ રૂપિયા, શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 5 લાખ રૂપિયા, કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) દ્વારા 5 લાખ રૂપિયા, બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા, બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, સાથે સાથે અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક મદદ કરી છે.

જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાને લાયક એટલે કે, તેની માનસિક સ્થિતિ સરખી ન થઇ જાય ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, તક્ષશિલામાં જતીન નાકરાણીના કલાસમાં પાયલ જીયાણી આવતી હતી. પાયલને યુએસ સ્થાયી થયાના ત્રણ મહિના થયા છે. પાયલે તેના પ્રથમ પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા હતા અને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અનેક લોકોએ જતિન નાકરાણીને કરી આર્થિક મદદ

ગુજરાત તેમજ વિદેશમાંથી પણ લોકો આવ્યા હીરોની મદદે

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કરાઇ મદદ

યુરોપથી મનહરભાઇ સાચપરાએ કરી આર્થિક મદદ

બાજડા ગામના સરપંચ શાંતિલાલ શેલડીયાએ કરી મદદ

અમદાવાદમાં રહેતા બાજડા ગામના રહીશોએ પણ કરી મદદ

હોંગકોંગ સ્થિત કાઠીયાવાડ મિત્ર મંડળ દ્વારા કરાઇ મદદ

સુરતના CA જી.આર.આસોદરીયા પણ જતીનને મદદ કરી

ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ કેરિયર ફાઉન્ડેશન પણ આવ્યું વ્હારે

અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં પણ કરવામાં આવી રહી છે અપીલ

નામ જાહેર કર્યા વિના પણ અનેક લોકો મોકલી રહ્યાં છે મદદ

ભરતભાઇ અનિડા, વિશ્વા ટેક્સટાઇલ્સ તરફથી કરાઇ મદદ

બાઢડા ગામના સુરત ખાતે રહેતા જીતુ માંગુકિયાએ કરી મદદ

રાજુભાઇ માંગુકિયા તરફથી પણ જતિન નાકરાણીને કરાઇ મદદ

દિનેશભાઇ ખેની તરફી પણ કરવામાં આવી મદદ

રાજુભાઇ માંગુકિયા તરફથી પણ જતિન નાકરાણીને કરાઇ મદદ

દિનેશભાઇ ખેની, પરેશભાઈ દેવાણી તરફી પણ કરવામાં આવી મદદ

જતિન કાકડિયા, સુનિલ કાકડીયાએ પણ કરી મદદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp