ગાંધીનગરના આ ઘરમાં ઉગેલો મહાકાય વેલો જોવા જંગલ ખાતાના અધિકારીઓ પણ જઇ રહ્યા છે

PC: khabarchhe.com

ગાંધીનગર શહેરે તેનું ગ્રીનસિટીનું બિરૂદ ગુમાવ્યું છે પરંતુ શહેરમાં એવા કેટલાક પ્રકૃતિ પ્રેમી લોકો વસે છે કે જેમણે તેમના ઘરમાં  જંગલ બનાવી દીધું છેઆવું  એક જંગલ સેક્ટર-20માં બીકે બારોટના ઘરમાં છેતેમણે પ્રકૃત્તિનેખિલવા દીધી છેતેમનું સરકારી આવાસ નાનું છે પરંતુ સચિવાલયને શરમાવે તેવું જંગલ તેમણે બનાવ્યું છેખુદ જંગલ વિભાગના અધિકારીઓ તેમના ઘરે જંગલ જોવા જાય છે.

શહેરના સેક્ટર-20ના  ટાઇપ સરકારી આવાસમાં વસવાટ કરતાં બીકે બારોટ થોડા વર્ષ અગાઉ સંધિવાના દુઃખાવા માટે બીજ લાવ્યા હતા પરંતુ  બીજ મજબુત અને સખ્ત હોવાથી તેનો પાવડર થઇ શક્યો  હતોછેવટે પાણીમાંપલાળ્યા બાદ બીજ પોચા પડયા હતા અને તે બીજનું જમીનમાં વાવેતર કર્યું હતું.  બીજમાંથી ધીમે ધીમે અંકુરીત થયેલો વેલો તબક્કાવાર તેમના ઘર આંગણે ઉછરેલા વૃક્ષો ઉપર પથરાયો હતો.

આફ્રિકન ડ્રીમ હર્બનો વેલો તેમના ઘરની આસપાસ આવેલાં વૃક્ષો ઉપર પથરાયા બાદ વાતાવરણ ખુશનુમા બનવાની સાથે સાથે બારેમાસ લીલોછમ રહેતો  વેલો હાલમાં મહાવેલો થયો છેકદાચ આખા ગુજરાતમાં આવો મહાવેલોક્યાંય જોવા મળશે નહીં મહાવેલામાં જાન્યુઆરીથી એપ્રિલ માસ દરમિયાન ફુલ આવે છેબાજરીના ડુંડા જેવી હરોડમાં પીળા કલરના ફુલ આવે છે.

 વેલાના થડનો ઘેરાવો 75 સેન્ટીમીટર જેટલો છેસેક્ટર-20ના સરકારી આવાસની આજુબાજુ આવેલાં વૃક્ષો ઉપર પથરાયેલો  વેલો બારેમાસ લીલોછમ રહેતો હોવાથી ઓક્સિજનની માત્રા પણ ભરપુર આપે છેતો ઉનાળાની ગરમીમાં છાંયડાના પગલે એસી જેવી ઠંડકનો અહેસાસ પણ કરાવી રહ્યો છેલીલી ગીરીમાળા જેવા મહાવેલાનું સ્થાનિક નામ જાયન્ટ સી બીનઆફ્રીકન ડ્રીમ હર્બ છેતો અંગ્રેજીમાં તેને સ્નેફ બોક્ષ અને બોટનીકલમાં એન્ટાડા રહિદ્દી તરીકે ઓળખવામાં આવે છે.

આફ્રીકામાં સ્વદેશી જનજાતિઓ  વેલના ફળનો ઉપયોગ કરીને ઔષધિ તરીકે કરે છે વેલાના બીજમાં પણ જાદુઇ ગુણધર્મો હોવાનું માનવામાં આવતું હોવાથી આફ્રીકન જાતિમાં વેલાના બીજનો ગળાના હાર અને કડા પહેરવામાં ઉપયોગ થાય છેઓસ્ટ્રેલિયામાં ઝેરી ગૌણ મેટાબોલાઇટને દૂર કરવા માટે  બીજને એબોરિજિન્સ દ્વારા શાકભાજી તરીકે રાંધવામાં આવે છે છોડને કમળોદાંતમાં દુઃખાવોઅલ્સર અને સ્નાયુબધ્ધ હાડપિંજરની સમસ્યાઓના ઉપચાર માટે પણ સુગંધિત મલમ તરીકે પણ ઉપયોગમાં લેવાય છેહવે જંગલ વિભાગ  વેલાનું જતન કરીને બીજી જગ્યાએ તેનું પ્લાન્ટેશન કરાવશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp