આઠ દવાઓના નમૂના ફેલ છતા દર્દીઓને વહેંચી દીધી બિનઅસરકારક દવાઓ

PC: divyabhaskar.co.in

રાજ્યના મેડિકલ વિભાગમાં ખડભડાટ મચી જાય એવી ઘટના સૂરતમાંથી સામે આવી છે. જ્યાં આઠ દવાઓના નમૂનાનો રિપોર્ટ આવ્યા પહેલા જ સુરત અને તાપી જિલ્લાઓના દર્દીઓને બિનઅસરકારક દવાઓ વહેંચી દેવામાં આવી છે. રાજ્યની વિના મુલ્યે દવાની પોલ ખૂલી ગઈ છે. બ્લડ પ્રેશર, મેલેરિયા અને ડાયેરિયા જેવી મહત્ત્વની દવાઓમાં અસરકારક કોઈ કન્ટેન્ટ જ નથી. જ્યારે દવાનો રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે, દવાઓ બિનઅસરકારક હતી. પાંચ લાખથી પણ વધારે દર્દીઓને આ દવાઓ વહેંચી દેવામાં આવી છે.

જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે આ દવાઓનો જથ્થો ખતમ થઈ ગયો હતો. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લી.ના કુલ 11 દવા ડેપો સરકારી હોસ્પિટલને દવાનો જથ્થો સપ્લાય કરી રહી છે. જોકે, આ મામલે જવાબદાર અધિકારીઓએ સ્થિતિને થીંગડું મારવા જેવા જવાબ આપ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ ઈન્સ્પેક્ટર સંજય પરમારે જણાવ્યું હતું કે, અમારૂ કામ નમૂના લેવાનું છે. ડેપો ફાર્માસિસ્ટ સંતોષે કહ્યું હતું કે, દવાની સપ્લાય કરવાનો ઉપરથી ઓર્ડર હોય છે. વેર હાઉસથી સરકારી હોસ્પિટલમાં દવા વહેંચવામાં આવે છે. ડિમાન્ડ આવે એ પ્રમાણે હોસ્પિટલમાં દવા આપવામાં આવે છે. જોકે, આ ઘટનાને કારણે સમગ્ર હોસ્પિટલ તંત્ર અને મેડિકલ વિભાગમાં હોબાળો મચી ગયો છે.

આ દવાઓમાં યુરિન રોકાવું, ઘા ભરવા, છાતીની દવા, એસીડીટીની દવા અને તાવની દવાના નમૂનાઓને સમાવેશ થાય છે. આ માટે જ્યારે જવાબદાર અધિકારી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના ડાયરેક્ટર સુમન રતનામને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તપાસ કરાશે. આ રીતે કામચલાઉ જવાબ આપીને ઘટનાની અવગણના કરવામાં આવી રહી હતી. જિંક ટેબલેટ, ક્લોરોફિઈન, સ્પેરાલિપ્ટોન, પોવીડન ઓયોડિન, ઓમોપ્રોજોલ, ક્લોરિન જેવી દવાઓ વહેચી દેવાતા સેમ્પલ ટેસ્ટ અને મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp