લીમડી-રાજકોટ હાઇ-વે પર થયો ત્રિપલ અકસ્માત

PC: Youtube.com

હાઇ-વે રસ્તા પર વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં વધુ એક અકસ્માતની ઘટના લીમડી-રાજકોટ હાઇ-વે પર બની છે. લીમડી-રાજકોટ હાઇ-વે પર ત્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી છે. એક ડમ્પર અને ટ્રક સામેથી આવતા એક ડમ્પર સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો  માર્કેટ યાર્ડ નજીક આવેલા હાઇ-વે રસ્તા પર એક ડમ્પર ચાલકની બે દરકારીના કારણે આ અકસ્મતની ઘટના બનવા પામી હતી. ડમ્પર ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવાના કારણે સામેથી આવી રહેલા એક ટ્રક અને ડમ્પર સાથે અથડાયું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

લોકોના ટોળાને જોઈને મારની બીકે એક ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ટક્કર એટલી ગંભીર હતી કે, એક ડમ્પર ડિવાઇડર તોડીને રસ્તાની બીજી બાજુ પર આવેલા ખુલ્લા મેદાનમાં એક વીજપોલ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. પણ આ ઘટનામાં ઘાયલ થયેલા ટ્રક ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે હાઇ-વે પર થોડી વાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જો કે પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ કરીને હાઇ-વે પર ટ્રાફિક જામ ન થાય તે માટે કામગીરી શરૂ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp