અમદાવાદ સિવિલમાં કોરોનાના દર્દીના મૃતદેહ પરથી ઘરેણા ચોરી થઈ, 2 ઝડપાયા

PC: news18.com

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌથી વધારે કોરોનના કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારી વચ્ચે અવાર નવાર વિવાદમાં આવી છે. તેવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી મૃતક દર્દીઓન ઘરેણાની ચોરીના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. સિવિલમાં મૃત દર્દીઓના ઘરેણા ચોરીના કિસ્સાઓ વધતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે તપાસ દરમિયાન સિવિલમાં ઘરેણાની ચોરી કરતા બે ઇસમોને ઝડપી પડ્યા હતા.

રિપોટ અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતક દર્દીઓન ઘરેણા ગૂમ થતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. કોરોનાના મૃતક દર્દીઓના ઘરેણા ગૂમ થયા હોવા બબાતે અમદાવાદમ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક ફરિયાદમાં પુરુષના મૃતદેહ પરથી વીંટી, ચેન અને અન્ય દાગીના મળીને 10 હજારનો મુદ્દામાલ, બીજી ફરિયાદમાં મહિનામાં મૃતદેહ પરથી સોનાની વીંટી અને બુટ્ટી ચોરી થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના મૃતદેહ પરથી ઘરેણા ચોરી થવાની ફરિયાદો આવતા સિવિલ હોસ્પિટલની છબી ખરડાઈ રહી હતી. પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાનો દાખલ થયા હતા તેમાંથી મૃતદેહ પરથી ઘરેણાની ચોરીના બે ગુનાં એક જ દિવસમાં બન્યા હતા. સિવિલમાંથી દર્દીઓના મૃતદેહ પરથી ઘરેણા ચોરી થવા બાબતે શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

પોલીસે સિવિલ હોસ્પિટલમાં CCTV ફૂટેજની ચકાસણી કરતા બે ઇસમોની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી. તેથી પોલીસે બન્નેની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ઘરેણાની ચોરી હોવાનું કબુલાત કરી હતો. પોલીસન હાથે પકડાયેલા બંને ચોર બીજું કોઈ નહીં સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા અમિત શર્મા અને રાજેશ પટેલના નામના યુવકો હતો. અ બંને યુવકો કોરોનાના દર્દીના મૃદેહને સેનિટાઈઝ કરવાનું કામ કરતા હતા. મૃતદેહને સેનિટાઈઝ કરતા સમયે ઘરેણાની ચોરી કરી લેતા હતા. અમિત શર્મા અને રાજેશ પટેલે તેમના ગુનાની કબુલાત કરતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને તેનો કોરોનાનો રિપોર્ટ કરાવવાની તજવીજ શરૂ કરી છે. આરોપીનો રિપોર્ટ આવ્યા પછી જ પોલીસ દ્વારા બંને સામે ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp