માંગરોળના લોક ડાયરામાં વજુભાઈ વાળા પર નોટોની વર્ષા, પૈસાનો કોથળો ભરાયો

PC: Bhaskar.com

રાજ્યના પૂર્વ નાણાંમંત્રી અને કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂકેલા વજુભાઈ વાળાનો સન્માન સમારોહ માંગરોળમાં યોજાયો હતો. જેમાં એમના પર નોટની વરસાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે નોટનો કોથળો ભરાય એટલા રૂપિયા એકઠા થયા હતા. ખાસ તો માંગરોળ માં એક મોટા લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કલાકાર દેવાયત ખવડે એ અવનવા ભજન છંદની રમઝટ બોલાવી હતી.

આ માટે વજુભાઈ વાળાને ખાસ આમંત્રણ અપાયું હતું. જેને સ્વીકારીને તેઓ લોક ડાયરામાં આવ્યા હતા. આ વખતે એમને સ્ટેજ પાસે ઊભા રાખી એમના પર પૈસાનો વરસાદ કરાયો હતો. જેનો એક વીડિયો તેમજ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સમાજના લોકો એ એમના પર રૂપિયા નો વરસાદ કર્યો હતો. ટોપલા ભરાય એટલા રૂપિયા ઉડાવ્યા હતા. કલાકાર દેવાયતે સપાકરું ગાવાનુ શરૂ કરતાં જ સમાજના લોકો ઉભ થયા હતા. પછી નોટના બંડલ કાઢીને વજુભાઈ પર ઉડાવવામાં આવ્યા હતા. જેવા વજુભાઈ સ્ટેજ પાસે ઊભા રહ્યા એમના પર નોટની વર્ષા થઇ હતી. નીચે પૈસાનો ઢગલો થઈ ગયો હતો. સમાજના લોકોએ સન્માન કરતા વજુભાઈ પણ ખુશ થઈ ગયા હતા. ગુજરાત રાજ્યના રાજકારણમાં વજુભાઈનો એક લાંબા સમય સુધી દબદબો રહ્યો છે. વજુભાઈને રાજકારણના ઘણા જૂના ખેલાડી માનવામાં આવે છે. જ્યારે કર્ણાટકથી રાજકોટ આવ્યા ત્યારે જ તેમણે ચોખવટ કરી દીધી હતી કે, હું કાયમ ભાજપનો કાર્યકર્તા રહીશ.

જોકે પક્ષમાં પણ એમનું ઘણું માન છે. જ્યારે પણ કોઈ મોટા નેતા રાજકોટ આવે છે ત્યારે એમના નિવાસ સ્થાને મળવા જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેમણે કારડીયા રાજપૂત સમાજને એક મંદિર બનાવી એક જૂથ કરવાનું કામ કર્યું છે. હવે એમનો ટાર્ગેટ સૌરાષ્ટ્રની તમામ પેટા જ્ઞાતિને એક કરવાનો છે. જેની અસર ચૂંટણીમાં વર્તાશે એવું રાજકિય લોબીમાં ચર્ચાય છે. જોકે વિધાનસભામાં એમની મદદ લેવાશે અને વર્ષોના અનુભવનો નિચોડ લેવા પગલાં ભરાશે. ખાસ તો સૌરાષ્ટ્રમાં કોઈ ચોક્કસ યોજનાથી વિધાનસભાની તૈયારી થશે. હાલ એવી ચર્ચા છે. જોકે આ લોક ડાયરામાં ફરી નોટની વર્ષા થતાં લોક ડાયરામાં પૈસાનો વરસાદ ચર્ચામાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp