અરબી સમુદ્ર ગાંડોતૂર, વલસાડની 200 બોટ સંપર્ક વિહોણી

PC: gujarati.news18.com

અરબી સમુદ્રમાં ભારે પવનના પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં સમુદ્રના કરંટ પ્રવાહમાં હરકત જોવા મળી છે. આ સિવાય ભારે પવનના લીધે દરિયો તોફાની અવસ્થામાં આવી ગયો હતો જેના કારણે વલસાડ જીલ્લાની 200 જેટલી બોટ સંપર્ક વિહોણી થઇ ગઈ છે.

મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં ગાજા અને તિતલી વાવાઝોડાનો કહેર વર્તાયો હતો. ત્યારે હવે પેથાઇ વાવાઝોડુ દેશના પૂર્વીય તટ ત્રાટકશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું દેશના દક્ષિણ-પૂર્વ તટવર્તી વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ટકરાઈ શકે છે. પેથાઈના પગલે આંધ્રપ્રદેશ, તામિલનાડુ તેમજ ઓડીશા હાઈએલર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું કેન્દ્ર આજે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગે પણ દ્વારા જણાવાયું છે કે, પેથાઈ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ તરફ માછીમારી કરવા ગયેલી 700 બોટમાંથી 200 બોટનો સંપર્ક તૂટી ગયો છે. માછીમારો અને તેમના પરિવારજનોમાં ચિંતાની સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. પરિવારજનોએ આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, તેમને હવામાન વિભાગ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નહોતી જો તેમને અગાઉથી આ વિષય અંગે માહિતગાર કરવામાં આવ્યા હોત તો આજે આ મુશ્કેલીનો સામનો ન કરવો પડત.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર માસમાં આવેલા ગજા વાવાઝોડામાં 45 વ્યક્તિઓના મોત થયા હતા. જયારે ઓક્ટોબર માસમાં આવેલા તિતલી વાવાઝોડાના કારણે ઓડીશામાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp