જામનગરમાં વાહન ટોઈંગ થતા દંપતિ અને પોલીસની ઝપાઝપી, વીડિયો આવ્યો સામે

જામનગરમાં પોલીસે એક દંપતિ સાથે ઝપાઝપી કરી હોવાનો કેસ સામે આવ્યો છે. જામનગર શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ એરિયામાં વાહન ટો કરતી વખતે ટ્રાફિક પોલીસ અને દંપતિ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, આ માથાકુટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દંપતિ ત્યાં હાજર હોવા છતા એનું વાહન ટોઈંગ કરી લેવાતા દંપતિ ગુસ્સે થયું હતું.

શરૂઆતમાં પોતાનું વાહન છોડાવવા માટે દંપતિ વાહન લઈ જતી વાન પર ચડી ગયું અને પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. ત્યાર બાદ પોલીસ સાથે ઉગ્રબોલાચાલી થઈ હતી. થોડી વારમાં મહિલાએ પણ પોલીસ સાથે ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું. બપોરના સાડા અગિયાર વાગે સજુબા હાઈ સ્કૂલ પાસે વાહન ટો કરતી ગાડી આવતા આ માથાકુટ થઈ હતી. ટ્રાફિક પોલીસે યુવાનનો બોચો પકડીને પોલીસને બોલાવી હતી. આ દરમિયાન યુવક અને પત્નીએ ટ્રાફિક પોલીસ સાથે ઝાપઝપી કરતા મામલો ગરમાયો હતો.

થોડા સમય માટે સજુબા હાઈસ્કૂલ પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. પોલીસે વાહન રાખવાના મુદ્દે યુવાનને ફાડાકાવાળી કરી હતી. ત્યાર બાદ પત્નીની હાજરીમાં પોલીસે ગાળો ભાંડી હતી. જોકે, વીડિયોમાં ટ્રાફિક પોલીસ કહે છે કે, અહીં સ્કૂલ છે અને વાહન વચ્ચે પડ્યું હતું. દીપક ટોકીઝ એરિયામાં શાકભાજી વાળાને ત્યાં થતી ભીડ અને ટ્રાફિકને કારણે અનેક વખત પાર્કિંગને લઈને થયેલી માથાકુટ જોવા મળી છે. સવારે શાકમાર્કેટમાં શાકભાજી લેવા આવતા લોકો સ્કૂલના ગેઈટ પાસે વચ્ચોવચ વાહન પાર્ક કરી દેતા અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે.

જ્યારે વાહન રસ્તા વચ્ચે પાર્ક કરેલું હોય તો ટો વાન આવીને લઈ જાય છે. આ પહેલા ફોર વ્હીલ આડી પાર્ક કરી જતા પાર્કિંગ મુદ્દે બબાલ થઈ હતી. જોકે, પોલીસે કાર પર લોક મારી દેતા પાર્કિંગ મુદ્દે દાવા થયા હતા. આ કેસમાં મહિલાએ પોલીસ સાથે શરૂઆતથી ઝપાઝપી કરતા મામલો ગરમાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, પોલીસ આવતા મામલો થાળે પડ્યો. આ વિસ્તારમાં અવારનવાર પાર્કિંગને લઈને માથાકુટ થાય છે. તો ક્યારેક રેકડીવાળા દબાણ કરતા રસ્તો ખાલી કરાવવામાં આવે છે. કારણ કે, આ મુખ્ય રસ્તો શાકમાર્કેટ તરફ જાય છે. જ્યારે બીજો રસ્તો શહેરમાં અંદરની બાજું જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp