શું છે નીત્યાનંદ અને મંજૂલા શ્રોફ સામે કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં?

PC: Khabarchhe.com

અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નીત્યાનંદ બાબા એન્ડ મંડળી સામે નોંધાયેલી ફરિયાદ બાદ બાળકોને ગેરકાયદે ગોંધી રાખવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં 83 પાનાનું ચાર્જશીટ રજુ કર્યુ છે જેમાં પાખંડી બાબા નીત્યાનંદ વોન્ટેડ હોવાનું બ્લ્યુ કોર્નર નોટીસ ઈસ્ચુ થઈ હોવાની જાણકારી પોલીસે કોર્ટને આપી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ સામે જર્નાદન શર્માએ આપેલી ફરિયાદ બાદ નીત્યાનંદ આશ્રમ દ્વારા ગેરકાયદે ગોંધી રાખવામાં આવેલા તેમના બે બાળકોને મુકત કરાવી આ મામલે ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસ નીત્યાનંદ બાબાની બે સાધવી પ્રાણપ્રિય અને પ્રિયતત્વાની ધરપકડ કરી હતી જેઓ હાલમાં સાબરમતી જેલમાં છે, જયારે આ મામલે નીત્યાનંદ બાબાને શોધવા માટે પોલીસ દક્ષિણ ભારતમાં આવેલા બાબાના આશ્રમ સહિત અનેક સ્થળે દરોડા પાડયા પણ બાબા દેશ છોડી નિકળી ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસના 60 દિવસ પુરા થતાં હોવાને કારણે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કર્યુ હતું જેમાં બંન્ને સાધ્વીઓ અને નીત્યાનંદ બાબાને આરોપી દર્શાવવામાં આવ્યા છે જો કે બાબા ફરાર હોવાને કારણે તેઓ વોન્ટેડ હોવાનું કોર્ટને જણાવ્યુ છે. પોલીસે પોતાની ચાર્જશીટમાં પચાસ સાક્ષીઓને પણ સામેલ કર્યા છે જેમાં તેમણે આશ્રમમાં ચાલતા ગોરખધંધાઓને અનુમોદન આપ્યુ છે.

બીજી તરફ ડીપીએસ સ્કુલના પ્રશ્ને અલગ ફરિયાદ નોંધાઈ છે જેેમાં સેન્ટ્રલ બોર્ડની માન્યતા મેળવવા માટે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુવા દ્વારા ગુજરાત સરકારની ખોટી એનઓસી રજુ કરવામાં આવી હતી, આ મામલે પોલીસ ફરિયાજ નોંધાયા પછી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જો કે હાલમાં તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. હાઈકોર્ટ દ્વારા તેમની ધરપકડ સામે વચગાળાની રાહત આપી છે.

પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા હાઈકોર્ટને પોતાની તપાસમાં આવેલા તથ્યોનો રીપોર્ટ હાઈકોર્ટને મોકલી આપ્યો છે જેમાં ભારત સરકાર સામે ખોટી અને બનાવટી એનઓસી કોણે બનાવી કેવી રીતે બનાવી અને કયાં બનાવી તે માટે તમામ આરોપીઓની પોલીસ કસ્ટડીની જરૂર હોવાના પુરાવા હાઈકોર્ટને આપ્યા છે જો કે આ દરમિયાન આ તમામ આરોપીઓ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પોતાના નિવેદન નોંધે તેવા પ્રયાસ તમામ સ્તરે કરી રહ્યા છે પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પોલીસ કસ્ટડી વગર તેમના નિવેદન નોંધવા માંગતી નથી, આવનાર સમય આ અંગે હજી ઘણા રહસ્યોનો ઘટસ્ફોટ થવાના આસાર મળી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp