વાવાઝોડું દરિયામાં કેમ રચાય અને જમીન પર કેમ નબળું પડી જાય?

PC: twitter.com/YouStormorg

વાવાઝોડા આખી દુનિયામાં બધે જ આવે છે અને તેમના જુદા જુદા નામો છે. અમેરિકા બાજુ તેને હરીકેન કહેવામાં આવે છે. તો જાપાન બાજુ તેને ટાયફૂન અને ઓસ્ટ્રેલિયા બાજુ તેને વીલી વીલીના નામથી ઓળખાય છે. પછી જ્યાંથી તે ઉત્પન્ન થાય ત્યાં તેનું નામકરણ કરાય છે. દાખલા તરીકે હાલમાં અરબ સાગરમાં ઉત્પન્ન વાવાઝોડાનું નામ ભારતીય સંસ્થાએ વાયુ આપ્યું છે.
આ રીતે ઉત્પન્ન થાય છે.

તમામ વાવાઝોડા દરિયામાં જ ઉત્પન્ન થાય છે 

તમામ વાવાઝોડા દરિયામાં જ ઉત્પન્ન થાય છે. સાદી ભાષામાં સમજીએ તો દરિયામાં કોઇ જગ્યાએ હવાનું દબાણ બહુ ઓછું થઇ જાય.ઓછું દબાણ ઉત્પન્ન થવા પાછળનું કારણ ગરમી હોય છે. આજુબાજુ દબાણ વધુ હોય. એટલે વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણ તરફ ખૂબ જ ગતિથી પવનો વર્તુળાકારે વહેવા લાગે છે. ઉત્તર ગોળાર્ધમાં તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે અને દક્ષિણ ગોળાર્ધમાં તે ઘડિયાળની દિશામાં પરે છે. શરૂઆતમાં પવનોની ગતિ ઓછી હોય છે. તે 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે એટલે તે ચક્રવાત, વાવાઝોડું કે સાયક્લોન તરીકે ઓળખાય છે. દરિયામાં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસથી ઉપર થાય ત્યારે તે રચાવાની શરૂઆત થાય છે. એટલે જ તમામ વાવાઝોડા ગરમ પ્રદેશોના દરિયામાં જ રચાય છે. ઠંડા પ્રદેશોમાં તે નથી રચાતા. જોકે, 2004માં બ્રાઝીલમાં રચાયેલું વાવાઝોડું અપવાદ હતું.

દરિયાથી જમીન પર આવતા નબળું કેમ પડી જાય છે

વાવાઝોડું દરિયામાં હોય છે ત્યાર સુધી તેને દરિયાના પાણીમાં થતા વાષ્પીભવનથી તાકાત મળતી રહે છે. ઉપરાંત દરિયાની સપાટી સુંવાળી અને કોઇ અવરોધ વગરની હોવાથી તે સતત રચાયા કરે છે. પરંતુ જેમ જ તે જમીન પર ત્રાટકે છેને જમીન પર અવરોધો આવવા લાગે છે. તેને પાણીના વાષ્પીભવનથી મળતી તાકાત પણ બંધ થઇ જાય છે. આમ તે જમીન પર આવ્યા પછી થોડેક દૂર સુધી પહોંચીને ખતમ થઇ જાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp