લગ્ન કરી કેનેડામાં સ્થાયી થવાનું કહી યુવતીનો ગર્ભ પડાવી નાંખી પ્રેમી ફરાર

PC: opindia.com

ભેસ્તાનમાં રહેતી 24 વર્ષીય યુવતીને લગ્ન કરી કેનેડા સ્થાયી થવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમીએ હોટલમાં અને ગોવામાં રીસોર્ટમાં અવાર નવાર શરીર સંબંધ બાંદ્યો હતો. જેના કારણો યુવતી ગર્ભવતી બનતા તેની પાસે ગર્ભપાત કરાવ્યા બાદ બિમાર પિતાને વતનમાં મળવા જવાનું કહી યુવતીને તરછોડી પ્રેમી નાસી ગયો હતો.

સચીન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ભેસ્તાન મારૂતિનંદન સોસાયટીમાં રહેતા અને હોટલમાં નોકરી કરતા મહેશ હીરા ચૌધરીએ સને 2019માં 24 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને તેની સાથે લગ્ન કર્યા બાદ કેનેડા સ્થાયી થવાનુ કહ્યું હતું. આવી વાત કરી પાંડેસરાની હોટલમાં તેમજ ગોવાના એક રિસોર્ટમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા.

દરમિયાન યુવતી ગર્ભવતી બનતા મહેશે તેને સમજાવી ફોસલાવી ગર્ભપાત કરાવ્યો હતો. યુવતી જ્યારે પણ લગ્ન કરવાની વાત કરે ત્યારે મહેશ ગલ્લા તલ્લા કરતો હતો અને ગત તા 20મી મે 2021ના રોજ બનાસકાંઠા એઠાડેવાસ ગામે રહેતા તેના બિમાર પિતાને મળી આવ્યા બાદ લગ્ન કરવાનું કહી મહેશ ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો જ નહીં. યુવતી દ્વારા તેના પરિવારને ફોન કરી  મહેશ ઘરે આવ્યો નથી તેવી જાણ કરવામાં આવી હતી. મહેશના મોબાઈલ ઉપર અનેકવાર અંજલી પટેલ નામની યુવતીના ફોન આવતા હતા જેથી યુવતીને આશંકા છે કે મહેશે તેની સાથે લગ્ન કરી લીધા હોવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp