આંદોલન કરતા વિદ્યાર્થીઓને યુવરાજસિંહે કહ્યું- લોકો પોતાના રોટલા શેકે છે

PC: youtube.com

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવા મામલે પરીક્ષા રદ્દ કરવાની માંગણીને લઇને ગુજરાતના અગલ-અગલ વિસ્તારના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. સરકારની સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાકડીઓ વરસાવી હતી, છતાં પણ તેઓ પોતાની માંગણી સાથે અડગ રહ્યા હતા. જેથી બીજા દિવસે સરકાર વિદ્યાર્થીઓ સામે ઝુકી હતી અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગરના કલેક્ટરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. કલેક્ટર સાથે વાતચીત થયા પછી ગણતરીના સમયમાં SITની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા આડકતરી રીતે આંદોલન છોડીને જતા રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પણ આંદોલન સમેટી લેવા માટે કહ્યું હતું.

કેટલાક વિદ્યાર્થીઓ આંદોલન સમેટી લેવા માટે તૈયાર નહોતા એટલા માટે આંદોલનને આગળ વધાર્યું હતું. ત્યારબાદ કોંગ્રસના અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓના આગેવાન યુવરાજસિંહે વીડિયો મારફતે વિદ્યાર્થીઓને એક મેસેજ આપ્યો હતો.

યુવરાજસિંહે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, જે અફવા ઉડી છે તેના વિશે સ્પષ્ટીકરણ થવું જોઈએ તેવું મને થયું એટલા માટે આ વીડિયો બનાવ્યો છે. જે કોઈ પણ ઘટનાઓ બની રહી છે તેને બનવા દેજો તેનો ભોગ ન બનતા, જે લોકો પોતાના રોટલા શેકી રહ્યા છે, તેમાં શેકાવું શું જોઈએ અને શેકાઈ શું રહ્યું છે તેમાં ધ્યાન ન આપવું જોઈએ. કાલે DYSOની પરીક્ષા છે તેમાં ધ્યાન આપવું જોઈએ. અમે અમારું કામ કરી રહ્યા છીએ અને તમે તમારું કામ કરો. અમે યોગ્ય જગ્યા પર રજૂઆત કરી છે તેના નિર્ણયની રાહ જુઓ, આપણે સિસ્ટમમાં જઈને બદલાવ કરવાનો છે. હું મોનિટરીંગ કરું છું એ મારી દૃષ્ટિએ યોગ્ય છે. પોઝીટીવ રિઝલ્ટ આવે તેની રાહ છે. મને આશા છે કે, પોઝીટીવ રીઝલ્ટ આવશે. જો નહીં આવે તો વિદ્યાર્થીઓ તમારો વિરોધ કરશે મને કોઈ ફરક નથી પડતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp