30% કપલ્સમાં ઈનફર્ટીલિટી અને પુરુષોના સ્પર્મ ઘટવા પાછળનું આ છે કારણ

PC: parents.com

પ્રદૂષિત હવા એક સામાન્ય સમસ્યાને બદલે ઘણી મોટી સમસ્યા બની ગયેલી જોવા મળી છે. હાલમાં જ દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મહાનગરોમાં હવાનું ઈન્ડેક્સ એટલી હદ સુધી ખરાબ થયેલું જોવા મળ્યું છે કે, શાળા કોલેજોમાં સરકારે રજા આપવી પડી હતી. પ્રદૂષિત હવાની અસર માત્ર તમારા જીવનમાં નથી થતી પરંતુ, તમારા શરીર પર પણ તેની અસર થયેલી જોવા મળી શકે છે. પ્રદૂષિત હવા પર ઘણી સ્ટડીઝ કરવામાં આવી છે અને આ સ્ટડીઝમાં જાણવા મળ્યું છે પ્રદૂષિત હવાના કારણે ઘણા યંગ કપલ્સ બાળકોને કુદરતી રીતે જન્મ આપવાને લાયક રહ્યા નથી.

મહિલાઓને 35 વર્ષની ઉંમરે અંડાયશયમાં જે મુશ્કેલીઓ થતી હતી તે હવે 25 વર્ષે જોવા મળી રહી છે. પ્રદૂષિત હવાની અસર માત્ર મહિલાઓ પર જ નહીં પરંતુ પુરુષો પર પણ જોવા મળી રહી છે. ઝેરી હવાના કારણે મહિલાઓ ઈનફર્ટિલીટીનો શિકાર બનતી હોવાનું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે પરંતુ હવે ખરાબ હવાના કારણે પુરુષોના સ્પર્મ પર પણ તેની અસર થયેલી જોવા મળે છે. જેના કારણે આઈયુઆઈ અને અન્ય આર્ટિફિશીયલ પ્રેગનન્સી અસફળ થવા લાગી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, દિલ્હીના 30 ટકા કપલ્સ આ સમસ્યાથી પીડિત છે, જેની પાછળનું મુખ્ય કારણ ખરાબ હવા છે.

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ટકોર કરી છે. માત્ર ખાલી વાતો કરવાથી કંઈ થવાનું નથી પરંતુ આ વધતા પ્રદૂષણને રોકવા માટે નક્કર પગલા લેવા જરૂરી બની ગયા છે. પ્રદૂષિત હવા અંગે વાત કરતા ગુરુગ્રામની ગાયનેકોલોજીસ્ટ ડૉ. વિનીતાએ કહ્યું છે કે શિયાળામાં પ્રદૂષણની સમસ્યા વધતી હોવાના કારણે તે તમારા શરીર પર વધારે અસર કરે છે. પ્રદૂષિત હવા તમારા ફેફસાંમાં જવાથી તમારી રિપ્રોડક્શન સિસ્ટમ પર તેની અસર પડે છે.

આ સિવાય પોલ્યુટેડ એરના કારણે એન્ડોક્રાઈન ડિસઓર્ડરના લીધે શરીરના હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે જેની અસર હોર્મોન રીલિઝ વખતે જોવા મળે છે. તે સિવાય મહિલાઓના અંડાશય અને પુરુષોના ટેસ્ટીઝની અંદર ગેમેટોજેનેસિસના પ્રોડક્શન પર તેની અસર પડતી જોવા મળે છે. જેના કારણે સ્પર્મ અને એગ્સનું પ્રોડક્શન ઓછું થવા લાગે છે. પ્રદૂષિત હવાની અસરથી 30 ટકા કપલ્સમાં ઈનફર્ટિલીટીની સમસ્યા જોવા મળી છે. જે છેલ્લા 3-4 વર્ષોમાં આ સમસ્યા વધેલી જોવા મળી છે. જેના કારણે ન ઈચ્છતા પણ કપલ્સે આઈવીએફનો સહારો લેવો પડે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp