50 વર્ષીય વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ તૂટ્યો, બ્લીડિંગ શરૂ થતા કરવી પડી સર્જરી

PC: dailymail.co.uk

પત્ની સાથે રોમાન્સ દરમિયાન 50 વર્ષના એક વ્યક્તિનું પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થઈ ગયું. દુઃખાવાના કારણે તે બૂમો પાડવા માંડ્યો. બ્લીડિંગ પણ શરૂ થઈ ગયું. યૂરિન પાસ થવાનું પણ બંધ થઈ ગયું. ત્યારબાદ તે વ્યક્તિ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. આ ઘટના ઈન્ડોનેશિયાની છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરી કેસ રિપોર્ટ્સમાં તેનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વ્યક્તિ ડૉક્ટરો પાસે પ્રાઈવેટ પાર્ટમાં દુઃખાવાની સમસ્યા લઈ આવ્યો હતો. એવામાં ઈન્ડોનેશિયાના જાવાના Dr. Soetomo General હોસ્પિટલના ડૉક્ટરોએ તેની ઈમરજન્સીમાં સારવાર શરૂ કરી, જ્યાં જાણકારી મળી કે, તે Eggplant Deformityથી ગ્રસ્ત થઈ ગયો છે.

ડૉક્ટરોને જણાયુ કે, વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટની ચારેબાજુએ ટીશ્યૂ, બ્લડ વેસલ્સ અને નસો ડેમેજ થઈ ગઈ હતી. જોકે, ડૉક્ટરોએ ખૂબ જ સાવધાની પૂર્વક તેના પ્રાઈવેટ પાર્ટની સારવાર કરી. પાંચ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ વ્યક્તિ સાજો થઈ ગયો. સારવારના ચાર મહિના બાદ સુધી વ્યક્તિને કોઈ ગંભીર સમસ્યા ના થઈ. તે હવે કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના પહેલા જેવુ જીવન જીવી રહ્યો છે.

ડૉક્ટરોએ કહ્યું કે, Penile Fracture (પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં થનારું ફ્રેક્ચર) એક અસામાન્ય વાત છે. પરંતુ, આવા કેટલાક મામલા સામે આવતા રહે છે. ડૉક્ટરોનું કહેવુ છે કે, જટિલતાઓથી બચવા માટે આવી સ્થિતિમાં સર્જરી જેટલી જલ્દી થઈ શકે તેટલું વધુ સારું છે. શક્ય હોય ત્યાં સુધી તો 24 કલાકની અંદર જ સર્જરી થઈ જવી જોઈએ.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, 1924થી અત્યારસુધી દુનિયાભરમાં Penile Fractureના 2000 મામલા સામે આવી ચુક્યા છે. એટલે કે, દર વર્ષે આશરે આવી 16 ઘટનાઓ બને છે. રિસર્ચર્સનું કહેવુ છે કે, કુલ મામલાઓમાંથી અડધામાં Penile Fracture થવા દરમિયાન એક ક્રેકિંગ સાઉન્ડ સાંભળી શકાય છે. ઘણીવાર Penile Fracture બાદ દર્દી Erectile Dysfunction સંબંધી સમસ્યાઓનો પણ શિકાર થઈ જાય છે.

Penile Fracture થવાના કારણો

જ્યારે અપ્રાકૃતિક અથવા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવવામાં આવે છે અથવા કોઈ સેક્સુઅલ ટ્રોમાના કારણે પુરુષોનો પ્રાઈવેટ પાર્ટ અસામાન્ય સ્થિતિમાં વળી જાય છે અથવા ઈજા પહોંચે છે. જે કારણે પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં રહેલા Tunica albuginea ટિશ્યૂની પરત, ઈરેક્ટાઈલ ટિશ્યૂ અને યૂરેથ્રા તૂટી શકે છે અથવા તેમા તિરાડ પડી શકે છે. યૌન સંબંધ બનાવવા દરમિયાન પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં ઈરેક્શન અને વધુ રક્તપ્રવાહના કારણે ટિશ્યૂ કડક થઈ જાય છે અને તેના પર અસામાન્ય બળ અથવા ટ્રોમાના કારણે ઈજા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp