માત્ર ગર્ભાવસ્થા જ નહીં, આ 6 કારણોને લઈને પણ મિસ થઈ જાય છે પીરિયડ્સ

PC: cdn.tn.com

ભલે મહિલાઓને પીરિયડ્સ આવવા પર ગમે તેટલી સમસ્યા કેમ ના થાય, પરંતુ પીરિયડ્સ ન આવવા પર તેમનું ટેન્શન વધી જાય છે. જોકે, પીરિયડ્સ મિસ થવાનું પહેલું કારણ મગજમાં આવે છે, એ છે પ્રેગનેન્સી. પરંતુ એવુ જરૂરી નથી કે, દર વખતે પીરિયડ્સ માત્ર પ્રેગ્નેન્સીના કારણે જ મિસ થાય છે. જો તમે પરીણિત હો અને ગર્ભાવસ્થાથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહ્યા હો, તો તેના કારણે પણ પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે. જો તમે એક્સટેન્ડેડ-સાયકલ બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન કરતા હો, ત્યારે પણ તમારા પીરિયડ્સની ડેટ આગળ વધી શકે છે. બર્થ કંટ્રોલની ઘણી અલગ-અલગ રીતો છે, જો તમે તેમાંથી કોઈ અપનાવી રહ્યા હો તો તેના કારણે પણ મહિલાઓના પીરિયડ્સ મોડા અથવા અનિયમિત થઈ શકે છે.

તણાવ પણ છે મોટું કારણ

જો તમે કોઈક કારણોસર વધુ પડતા સ્ટ્રેસનો સામનો કરી રહ્યા હો તો તેને કારણે તમારા હોર્મોન્સ પર ખરાબ અસર પડે છે, જેના કારણે 2 પીરિયડ્સની વચ્ચેનો ગેપ વધી શકે છે. આપણા બ્રેઈનનો હિસ્સો હાઈપોથૈલમસ, તમારા પીરિયડ્સને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. સ્ટ્રેસના કારણે હાઈપોથૈલમસ પર નકારાત્મક અસર પડે છે. તેના કારણે મહિલાઓનું વજન ઝડપથી વધવા માંડે છે.

PCOD અને PCOS પણ હોઈ શકે છે કારણ

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOD)ના પ્રોબ્લેમના કારણે પણ પીરિયડ્સ ન આવવાની સમસ્યા થઈ શકે છે. આ સમયે એડિશનલ ફોલિકલ્સ બની જાય છે, જેના કારણે પીરિયડ્સની નોર્મલ પ્રોસેસ લંબાઈ શકે છે.

ચેક કરાવો ડાયાબિટીસ અથવા થાઈરોઈડ

પીરિયડ્સ ન આવવા કે તેમાં વિલંબ થવાનું કારણ ડાયાબિટીસ કે થાઈરોઈડ જેવી બીમારી પણ હોઈ શકે છે. થાઈરોઈડના કારણે તમારા પીરિયડ્સ એકદમ હળવા અથવા ઓછી માત્રામાં પણ આવે છે. જ્યારે ઘણીવાર હદ કરતા વધુ અથવા તો અનિયમિત પણ થઈ શકે છે. ત્યાં સુધી કે, આ બીમારીના કાણે ઘણા મહિનાઓ સુધી તમારું પીરિયડ્સ બંધ શકે છે અને આ પરિસ્થિતિને અમેનોરિયા કહે છે.

શું તમારી ઉંમર 50 વર્ષની આસપાસ છે?

મેનોપોઝ એક એવી સ્થિતિ છે, જે દરેક મહિલાના જીવનમાં આવે છે. આ સ્થિતિમાં મહિલાઓના પીરિયડ્સ આવવાના બંધ થવા માંડે છે. આ કારણે તેમના શરીરમાં ખૂબ જ ઝડપથી હોર્મોનલ ચેન્જિસ આવે છે. સામાન્યરીતે મહિલાઓ 45ની ઉંમર બાદ મેનોપોઝના લક્ષણોનો સામનો કરવા માંડે છે. જ્યારે કેટલીક મહિલાઓમાં 45 વર્ષથી ઓછી ઉંમરમાં પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે. આ પણ એક પ્રકારની સમસ્યા છે, જેના માટે તમારે ડૉક્ટરને મળવું જોઈએ. સમય કરતા પહેલા મેનોપોઝ થવું અથવા તો પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર સાથે સંબંધિત હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp