પીવાલાયક નથી હોતા રસ્તા પર વેચાતા 81% જ્યુસ અને પીણા

PC: global-gallivanting.com

બૃહદમુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે, મુંબઈમાં રસ્તા પર વેચાતા જ્યુસ અને અન્ય પીણામાંથી 81 ટકા જ્યુસ તેમજ પીણા પીવાલાયક નથી હોતા. મુંબઈ શહેરના સ્વાસ્થ્ય વિભાગે લીંબુ પાણી, શેરડીનો રસ અને બરફના ગોળા વેચનારા વિવિધ સ્ટોલ્સનું ગત મહિને નિરીક્ષણ કર્યું હતું.

આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિવિધ સ્ટોલ્સ પરથી 968 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 786 (આશરે 81.1 ટકા) પીવા લાયક નહોતા. તેમણે કહ્યું હતું કે, મુંબઈ મહાનગરપાલિકાએ આવા બિનસ્વાસ્થ્યવર્ધક પીણા તેમજ જ્યુસ વેચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું હતું કે, મહાનગરપાલિકા સતત આવા પીણા વેચનારાઓ પર નજર રાખી રહી છે અને દૂષિત પીણાનો નાશ કરવામાં આવી રહ્યો છે. અમે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન કરવા નથી માગતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp