26th January selfie contest

એક મહિલાની જીભ પર વાળ ઉગ્યા, ડોક્ટરો જોઇને ચોંકી ઉઠ્યા

PC: health.com

હાલમાં એક અજીબ કેસ સામે આવ્યો છે જેમાં અચાનક એક મહિલાની જીભ કાળી થઇ ગઇ અને જીભ પર નાના વાળ ઉગવા લાગ્યા. આ એક ચોંકાવનારો કેસ છે. પણ ડોક્ટરોને સવાલ થઇ રહ્યો છે કે, આમ થયું કેવી રીતે? બ્રિટિશ મેડિકલ જર્નલ કેસ રિપોર્ટ્સ અનુસાર, આ એક 60 વર્ષની મહિલા રેક્ટલ કેન્સ સાથે જીવી રહી હતી અને જાપાનમાં 14 મહિના પહેલા તેની સારવાર શરૂ થઇ હતી. તેની કીમોથેરાપીની એડવર્સ ઇફેક્ટને ઓછી કરવા માટે મહિલા માઇનોસાઇક્લિન લઇ રહી હતી, જેનો ઉપયોગ નિમોનિયા સુધી દરેક વસ્તુની સારવાર માટે કરવામાં આવે છે.

ડોક્ટરોએ રિપોર્ટમાં કહ્યું છે કે, મહિલાને પૈનિટુમુમાબ ઇન્ડયુસ્ડ ત્વચાની ઇજાને રોકવા માટે મિનોસાઇક્લિન 100 મલિગ્રામ પ્રતિ દિવસ આપવામાં આવ્યું હતું. ત્યારે અમને ખબર પડી કે, થોડા સમયમાં તેના રિએક્શનથી મહિલાની જીભ કાળી પડી ગઇ છે અને તેના પર વાળ પણ આવી ગયા છે. એન્ટીબાયોટિક રિએક્શને મહિલાને બ્લેક હેરી ટંગનો શિકાર બનાવી છે. ફક્ત મહિલાની જીભ કાળી નથી પડી, પણ તેની ત્વચા પણ ગ્રે થઇ ગઇ છે.

એક મીડિયા અહેવાલ અનુસાર, પહેલા ડોક્ટરોએ જોયું કે, મહિલાનો ચહેરો ગ્રે કલરનો થઇ ગયો છે. પછી જ્યારે મહિલાએ મોઢું ખોલીને પોતાની જીભ બતાવી તો તે હેરાન રહી ગઇ, કારણ કે, મહિલાની જીભનો રંગ કાળો પડી ગયો હતો અને તેના પર વાળ દેખાઇ રહ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે, આ બધા પછી અમે મહિલાની દવાઓને બદલી અને હવે હાલતમાં સુધારાની આશા વ્યક્ત કરાઇ રહી છે.

ગયા વર્ષે અમેરિકામાં આવો જ એક કેસ સામે આવ્યો હતો. જ્યાં એક વ્યક્તિને ખબર પડી કે તેની જીભમાં અલગ પ્રકારના ફેરફાર આવી રહ્યા છે. જીભ પર વાળ ઉગી આવ્યા છે. તે કાળી પડી રહી છે. વચ્ચે પીળા રંગની અસર પણ છે. પણ કોઇ પ્રકારની પીડા નથી થઇ રહી. આ હેરાન કરનારી સ્થિતિથી એ 50 વર્ષના વ્યક્તિના પરિજનો અને ડોક્ટરો પણ હૈરાન રહી ગયા હતા. જીભની ઉપર કાળા રંગનું પડ દેખાઇ રહ્યું હતું. પીળા રંગની અસર જીભના વચ્ચેના ભાગમાં અને પાછળની તરફ હતી.

આ વાતને લઇને એક સ્ટડી JAMA Dermatology જર્નલમાં પ્રકાશિત થયું હતું. ડોક્ટરોએ આ જીભનું સ્ટડી કરીને તેના વિશેનો આખો રિપોર્ટ આ જર્નલમાં પ્રકાશિત કર્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે, આ વ્યક્તિ બ્લેક હેરી ટંગ સિંડ્રોમથી પીડાઇ રહ્યો છે. આ નામ ક્રિએટિવ હોઇ શકે છે પણ આ બીમારી જોવામાં અને સહન કરવામાં દુખદ છે. આ બીમારી એન્ટીબાયોટિક્સના સાઇડ ઇફેક્ટથી થઇ શકે છે. કે ફરી મોઢામાં ગંદકી હોવાથી, સુકા મોઢાના કારણે, ધુમ્રપાન કરવાથી કે પછી નરમ ખાવાનું ખાવાથી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp