સ્વાસ્થ્યની સાથોસાથ સ્કીન માટે પણ ઉપયોગી છે મધ

PC: avoskinbeauty.com

પોતાની મિઠાસ માટે જાણીતું મધ સ્વાસ્થ્યની સાથોસાથ સ્કીનને પણ સુંદર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. મધ આર્યન, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આ ઉપરાંત, તેમાં ફેટ, કોલેસ્ટ્રેરોલ અને સોડિયમ નથી હોતું. તે વજન ઓછું કરવાથી લઈને ઈમ્યુનિટી વધારવા માટે પણ મદદગાર સાબિત થાય છે. અહીં તેના કેટાલક ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી છે.

એનર્જી આપે છે

મધના સેવનથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે. મધમાં રહેલા ગ્લુકોઝને શરીર તરત જ એબ્સોર્બ કરી લે છે. તેનાંથી શરીરને એનર્જી મળે છે. એક્સરસાઈઝ કરતા પહેલા મધ ખાવાથી થાકનો અનુભવ થતો નથી. તમે ચા તેમજ કોફીમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો.

ખાંસી મટાડે

માત્ર 2 ચમચી મધનું સેવન કરવાથી ખાંસીમાં આરામ મળે છે. મધમાં રહેલું એન્ટીમાઈક્રોબિયલ ગુણ માત્ર ગળાને જ આરામ નથી આપતુ, પરંતુ તે ઈન્ફેક્શન ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

ઊંઘ માટે કારગર

જો તમને રાત્રે ઊંઘ આવતી ન હોય તો, રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી ઊંઘ સારી આવશે. મધમાંથી સેરોટોનિન નામું કેમિકલ નીકળે છે, જે મૂડને સારો બનાવે છે. શરીર આ સેરોટોનિન કેમિકલને મેલાટોનિન કેમિકલમાં બદલી નાંખે છે. મેલાટોનિન કેમિકલ ઊંઘ માટે જલાબદાર હોય છે.

હૃદયને સ્વસ્થ રાખે

હૃદયની બીમારીથી બચવા માટે મધ ઘણું ઉપયોગી નીવડે છે. મધના સેવનથી બ્લેડમાં પોલીફોનિક એન્ટીઓક્સિડન્ટનું લેવલ વધે છે, જે હૃદયને બીમારાઓથી સુરક્ષિત રાખે છે.

વજન ઓછું કરે

મધનું સેવન કરવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. સૂતા પહેલા મધનું સેવન કરવાથી કેલરી બર્ન થાય છે. આથી, ચા-કોફી-દૂધ-લીંબુ પાણીમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરવો જોઈએ.

સ્કીનને સુંદર બનાવે

મધ સ્કીન પર સારા મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. શિયાળામાં ચહેરા પર 30 મિનિટ સુધી મધથી મસાજ કરવાથી સ્કીનને કુદરતી નિખાર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp