એન્ટી બાયોટીક પચે તો ઉત્તમ, નહીં તો શરીર માટે ઝેર

PC: healthline.com

એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકારને નાથવાનુ ભારત અને ગુજરાત માટે એક મોટું સંકટ બની ગયું છે કેમ કે એન્ટિબાયોટિક્સનું મોટા જથ્થામાં વેચાણ થાય છે જેમાં એક જ ગોળીમાં બે એન્ટિ માઇક્રોબાયલ દવાનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન અથવા એફડીસી ફોર્મ્યુલેશન્સ વાળા છે જેને ભારતના ડ્રગ રેગ્યુલેટરે વેચાણની મંજૂરી આપી નથી, અનુકૂળ હોય છે ત્યારે સામાન્ય ચેપ માટે અસરકારક ઉપચાર ઘટતો રહે છે.

એવું કહેવાય છેકે દર્દ દૂર કરવાની એન્ટિબાયોટિક્સ દવાઓ પચે તો ઉત્તમ નહીં તો શરીર માટે ઝેર બની શકે છે. કમનસીબે, વિકસી રહેલી નવી એન્ટિબાયોટિક્સ હજુ સુધી બેક્ટેરીયા દ્વારા થયેલા ચેપની સારવાર માટે વાસ્તવિક તકો ઓફર કરતી નથી. આ ચેપમાં કોમન કીડની અને છાતીમાં ચેપ તેમજ જીવન સામે સંકટ ઊભુ કરતી સ્થિતિઓ જેમ કે સેપ્સિસ અને મેનિનજાઇટીસનો સમાવેશ થાય છે. તેથી આપણે જ્યાં જીવીએ છીએ અને જે રીતે એન્ટિબાયોટિક્સને નાથીએ છીએ

ચાલુ વર્ષે WHO એ તેની આવશ્યક દવાઓની યાદીમાં મોટો સુધારો કર્યો છે, જેમાં એન્ટિબાયોટિક્સને ત્રણ કેટેગરીઓમાં વહેંચવામાં આવી છે તેમ જ પ્રત્યેક કેટેગરીના ઉપયોગ પર ભલામણ કરી છે કે તેનો કોમન બેક્ટેરીયલ ચેપ માટે ઉપયોગ થવો જોઇએ (જેમ કે છાતી અથવા કીડનીના ચેપ અને ફેફસાના ક્ષયરોગ અને વાયરલ ચેપ જેમ કે એચઆઇવી સિવાય). જેને મોટે ભાગે 'કી એક્સિસ ગ્રુપ' એન્ટિબાયોટિક્સ કહેવામાં આવે છે તેવી પ્રથમ કેટેગરી એ છે કે તે બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ હોવી જોઇએ, પોષણક્ષણ હોવી જોઇએ અને ખાતરીદાયક ગુણવત્તાવાળી હોવી જોઇએ.

આ એન્ટિબાયોટિક્સ સર્વસામાન્ય બેક્ટેરીયિલ ચેપની સારવાર માટે યોગ્ય છે. બીજી કેટગરી છે વોચ ગ્રુપ એન્ટિબાયોટિક્સ જેની ચોક્કસ પ્રકારના ચેપ માટે ભલામણ કરવામાં આવી છે. બેક્ટેરીયા આ દવાઓ સામે પ્રતિકાર શક્તિ સરળતાથી વિકસાવે છે તેમ મનાય છ, તેથી તેનો ન્યાયિક ઉપયોગ આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp