વજન ઓછું કરવું છે તો, રાતે ન ખાતા આ 5 વસ્તુઓ

PC: seelearndo.com

આજકાલ મોટાભાગના લોકો જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે પણ તેનો પણ એક યોગ્ય સમય હોવો જોઈએ. ખોટા સમયે ખાવાથી અનેક મુશ્કલીઓનો સામનો કરવો પડે છે. જેમકે, રાતના સમયે જો તમે જંક ફૂડ ખાશો તો તમને હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે જંક ફૂડ ખાવાથી ઉંઘ ઓછી આવે છે. આ ઉપરાંત મેદસ્વિતા, ડાયાબિટીસ અને મગજને પણ આ નુકશાન પહોંચી શકે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ વસ્તુઓ રાતે ખાસો નહિ.

પિઝાઃ

પિઝામાં કાર્બ્સનું પ્રમાણ વધારે હોય છે. જેને કારણે વજન વધી શકે છે. તો નોન-વેજ પિઝામાં પ્રોસેસ્ડ મીટ હોય છે. જેને કારણે ટ્રાંસ ફેટ પણ હોય છે. તો સોસમાં શુગરનું પ્રમાણ હોય છે. સાથે જ તેમાં ચીઝનું પ્રમાણ વધારે હોય છે.

નટ્સઃ

બદામ, અખરોટ, કાજૂ સ્વાસ્થ માટે ગુણકારી હોય છે. પણ તેમાં કેલરીનં પ્રમાણ પણ વધારે હોય છે. માટે રાતે સૂતા પહેલા તે ખાવું જોઈએ નહિ. જો તે ખાવામાં આવે તો તેમાંથી મળતી કેલરી ફેટના રૂપમાં જમા થાય છે. માટે સૂતા સમયે તેને અવોઈડ કરવું જોઈએ.

ફ્રૂટ જ્યૂસઃ

બજારમાંથી લીધેલા જ્યૂસમાં સોડાનું પ્રમાણ વધારે હોય છે. સાથે જ તેમાં ફાઈબર અને આવશ્યક પોષક તત્વો પણ હોતા નથી. માટે રાતે તેનું સેવન કરવું જોઈએ નહિ. કારણ કે તેમાં શુગરનું લેવલ હાઈ હોય છે.

ચોકલેટઃ

ચોકલેટમાં મોટા પ્રમાણમાં કૈફીન હોય છે. જે ઉંઘને ખરાબ કરવા માટે પૂરતી હોય છે. જો ઘરમાં ખાવા માટે કશું ન હોય તો પણ રાત્રે ચોકલેટને અંતિમ વિકલ્પ માનવામાં આવે છે. જેમ સૂતા પહેલા કોફી લેવી ઠીક નથી તેવી જ  રીતે ચોકલેટનું સેવન કરવું પણ યોગ્ય નથી.

આઈસક્રીમઃ

સૂતા પહેલા આઈસક્રીમ ખાવું જોઈએ નહિ. કારણ કે તેમાં ખૂબ કેલરી હોય છે અને સાથે જ ફેટ પણ. ગળ્યા પદાર્થ થોડી જ વારમાં તમારા લોહીમાં ઈંસુલિનનુ પ્રમાણ વધારી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp