26th January selfie contest
BazarBit

આયુષ્માન ભારતમાં કૌભાંડ, 171 હોસ્પિટલો પેનલથી બહાર, ફટકાર્યો આટલા કરોડનો દંડ

PC: awaaznation.com

આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ છેતરપિંડી કરવાના આરોપમાં 171 હોસ્પિટલોને પેનલમાંથી બહાર કાઢી નાખવામાં આવી છે. તેની સાથે જ હોસ્પિટલો પર 4.5 કરોડ રૂપિયાથી વધારે દંડ લગાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીએ શુક્રવારે આ જાણકારી આપી છે. તેમણે એવું પણ જણાવ્યું કે, ઉત્તરાખંડ અને ઝારખંડની 6 હોસ્પિટલો વિરુદ્ધ FIR પણ દાખલ કરી લેવામાં આવી છે.

તેમણે એક નિવેદનમાં કહ્યું કે, 171 હોસ્પિટલોને પહેલેથી પેનલમાંથી બહાર કરી દેવામાં આવી છે. છેતરપિંડીમાં સામેલ હોસ્પિટલોને 4.5 કરોડ રૂપિયાથી વધારાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં કરી હતી. જેમાં 10.74 કરોડથી વધારે ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કહ્યું હતું કે, આ યોજના સ્વસ્થ ભારત બનાવવાની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ મીલના પથ્થર સમાન છે. જેના પર પ્રત્યેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે, માત્ર એક વર્ષમાં જ આયુષ્માન ભારતને કારણે 50 લાખથી વધારે નાગરિકોને મફતમાં સારવારનો લાભ મળ્યો છે. સારવાર સિવાય આ યોજના ઘણાં ભારતીયોને સશક્ત પણ બનાવી રહી છે.

મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓમાંથી એક યોજના આયુષ્માન ભારત છે. દેશમાં 1 લાખથી વધારે હેલ્થ અને વેલનેસ સેન્ટર સ્થાપિત કરવા અને 10.74 કરોડથી વધારે ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમા આપવાના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ 2018માં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp