શું તમને વધુ બગાસા આવે છે? તો સાવધાન

PC: mentalfloss.com

જો કોઇ વધુ બગાસા ખાતું હોય તો તે બાબતે એવું કહેવામાં આવે છે કે ઉંઘ પૂરી નથી થઈ છે પણ બગાસા આવવાના અન્ય ઘણા કારણો છે, બાગાસાને આપણી બ્રેન એક્ટિવિટી સાથે સીધું કનેક્શન હોય છે આ ઉપરાંત હાર્ટ ડિસીઝ જેવી ગંભીર બિમારીઓને પણ બગાસા સાથે કનેક્શન હોઇ શકે છે. વધુ પડતા બગાસાનો સીધો સંબંધ હૃદયને લગતી સમસ્યા સાથે હોઇ શકે છે. તો થાઇરોઇડને કારણે પણ એવું થાય છે. ફેફસાની સમસ્યા હોય તો પણ બગાસા આવતા હોવાની માન્યતા છે.

વધુ પડતા બગાસા આવવાનું કારણ હૃદય સંબંધી સમસ્યા હોઇ શકે છે, વળી શરીરમાં ઓક્સીજનની અછત થવાથી બ્લ્ડને પમ્પ કરવા માટે હ-દયે વધારે મહેનત કરવી પડે છે અને તેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તો વળી કેટલાક રિસર્ચ એવું પણ કહે છે કે વારંવાર બગાસા આવવાનું કારણ હાઇપોથાઇરોઈડની નિશાની હોઇ શકે છે. શરીરમાં થાઇરોઇડ હોર્મોન ઓછા બનવાથી પણ બગાસા આવે છે.

કેટલાક રિસર્ચમાં એવું કહેવાયું છે કે જ્યારે સ્ટ્રેસ વધી જાય છે ત્યારે મગજનું ટેમ્પરેચર વધી જાય છે. આ સ્થિતિમાં બગાસા આવે છે. આ પ્રોસેસ દરમિયાન શરીરને ઓક્સિજનની માત્રા પૂરતા પ્રમાણમાં મળે છે અને તેના કારણે મગજ ઠંડુ થાય છે. મગજમાં ઓક્સીજનનો ફ્લો ઓછો થાય અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે તો તેના કારણે તમારા ફેફસામાં સમસ્યા થઈ શકે છે. હવે જો તમને બગાસા આવે તો તેના કારણે મગજમાં ઓક્સીજનનો ફ્લો વધે છે અને તેનાથી ફેફસામાંથી ખરાબ હવા બહાર નીકળે છે, એટેલ જ્યારે તમારા ફેફસામાં સમસ્યા થાય છે ત્યારે બગાસાની સંખ્યા વધી જાય છે.

ઘણીવાર દવાની સાઇડ ઇફેક્ટને કારણે પણ બગાસા આવે છે. આ ઉપરાંત શરીરમાં ઉર્જા ઓછી થઈ જાય અને થાક ચઢ્યો હોય ત્યારે પણ શરીરને વધુ ઓક્સીજનની જરૂર પડતી હોવાથી બગાસા આવે છે. ઊંઘ પૂરી ન થવાથી કે સ્લીપ એપ્રિયા નામક ડિસઓર્ડરને કારણે પણ વધુ બગાસા આવે છે. વળી જો શરીરના નર્વ સિસ્ટમના ફંકશનમાં ગરબડ ઊભી થાય ત્યારે પણ બગાસા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp