હીંગના વિવિધ ફાયદા

PC: stylecraze.com

ઘરની રસોઈ હોય કે હોટલની, સ્વાદિષ્ટ ભોજન માટે હીંગ ખૂબ જ જરૂરી છે. હીંગ માત્ર દાળ, શાક, સાંભરના સ્વાદને વધારતી નથી , પરંતુ કેટલીક વાનગીઓ તેના વગર અધુરી ગણાય છે. આમ તો હીંગ પહેલેથી જ તેના ઔષધીય ગુણોથી ઓળખાય છે. હીંગ એવી વસ્તુ છે જેનો બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ ઉપયોગ કરી શકે છે. સામાન્ય રીતે હીંગને પેટનો મિત્ર માનવામાં આવે છે. હીંગ કોઈ પણ પ્રકારના અપચાને તેમજ પેટની જટિલતાને તરત જ દૂર કરે છે. તે ભૂખ વધારે છે તેમજ ઘણા પ્રકારની વિકૃતિને અટકાવવામાં મદદરૂપ થાય છે.

પેન કિલર (પીડાનાશક)

હીંગ કોઈ પણ પ્રકારના દુખાવામાં રાહત આપે છે. હીંગથી માઈગ્રેનનો દુખાવો, દાંતનો દુખાવો, માસિક પીડા અને સામાન્ય માથાના દુખાવા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે. તેમાં રહેલા મજબૂત વિરોધી - ઓક્સિડન્ટ્સ અને પીડા રાહત-ગુણધર્મો તરત જ પીડામાં રાહત આપે છે. દાંતના દુખાવાને ઓછો કરવા માટે હીંગમાં લીંબુનો રસ ભેળવી તે પેસ્ટ જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવાથી ફાયદો થાય છે. હીંગને ગરમ પાણીમાં ઘોળીને પીવાથી માઈગ્રેન અને માથાના દુખાવાને થોડી જ ક્ષણોમાં ઉડન- છૂ કરી શકાય છે.

ફેફસાના રોગ

હીંગ શક્તિશાળી શ્વસન દાહક અને કફ-વાહક છે. તે ગાળામાં જામેલા કફ અને છાતીમાં થયેલા લોહીના સંકોચનમાં તરત જ રાહત આપે છે. જો તમને સૂકી ઉધરસ, ગળફામાં અથવા શ્વાસનળીનો સોજો જેવી સમસ્યા રહે છે, તો હીંગ, મધ અને આદુના મિશ્રણનો નિયમિતપણે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

અપચો

આપણે અપચો થાય ત્યારે ઘરેલું ઉપચાર તરીકે હીંગનો ઘણાં સમયથી ઉપયોગ કરતા આવ્યા છીએ. તે પેટની સમસ્યા અને અપચા માટે એક માત્ર રામબાણ ઔષધી છે. હીંગ એન્ટી- ઇન્ફલેમટારી અને એન્ટી- ઓક્સીડેન્ટની ખુબીઓથી ભરપૂર છે. તેથી જ પેટમાં ગડબડ, વાછૂટ, આંતરિક કૃમિ અને ઝાડા સંબંધી સમસ્યામાં તરત જ રાહત આપે છે.

ચામડીની સમસ્યા

હીંગમાં કેટલીય શક્તિશાળી એન્ટી – ઇન્ફ્લેમ્ટરી એજન્ટ્સ હોવાને લીધે તેનો ઉપયોગ સોંદર્ય પ્રસાધનના ઉત્પાદનમાં કરવામાં આવે છે.તે ત્વચા પર મોટી માત્રમાં થયેલી ફોલ્લીઓ અને જાડી કે કઠણ થયેલી ચામડીને દુર કરી ચહેરાને સાફ કરે છે. ઠંડક આપતી હીંગ ત્વચાની બળતરા પણ દૂર કરે છે. આ સાથે જ બેકટેરિયાને ઉત્પન્ન થતા અટકાવે છે.

મહિલા - પુરુષોના રોગ

મહિલાઓના માસિક ધર્મ સમયે પેટ અથવા પેડુમાં થતા અસહ્ય દુખાવાને હીંગથી ઘટાડી શકાય છે. તે પેટમાં આવતી ચૂક અને અનિયમિત માસિક ધર્મની સારવારમાં પણ કામ લાગે છે. આ સિવાય હીંગના મૂળિયા કેડીંડા ઇન્ફેકશન તથા લ્યુકોરિયાની સારવાર માટે વપરાય છે. પુરુષોની યૌન સંબંધી વિકૃતિઓની પણ હીંગ દ્વારા સારવાર કરી શકાય છે. આ નપુસંકતા, શુક્રાણુંની ઓછી સંખ્યા અને અકાળ – ઇજેક્યુલેશન જેવી સમસ્યાને દૂર કરવા માટે સક્ષમ છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં, મર્દાનગીની ક્ષમતા વધારવા માટે હીંગને ગરમ પાણીમાં મિશ્ર કરીને પીવાનો ક્રેઝ છે. જેનાથી લોહીનો પ્રવાહ તેજ થાય છે અને લોહીના નીચા દબાણની સમસ્યાથી તરત જ રાહત થાય છે.

કેન્સર વિરોધી

હીંગના એન્ટી – ઓક્સિડન્ટ્સને લીધે કોષોમાં ફ્રી રેડિકલ્સને પ્રસરવાની તક મળતી નથી. આ રેડિકલ્સ કર્કરોગ પેદા કરતા કાણોના પ્રભાવને ફેલાવે છે, પરંતુ હીંગ આ કેન્સર વિરોધી એજન્ટોની જેમ વિવિધ પ્રકારના કેન્સરને અટકાવે છે. ખાસ કરીને મોટા આંતરડાનું કેન્સર થયું હોય તો તેના નિવારણ માટે હીંગ વધુ અસરકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp