શું તમે જાણો છો ખાટલામાં સુવાના ફાયદાઓ વિશે?

PC: vbds.in

આજકાલ સુવા માટે આપણે મોર્ડન બેડ અને અવનવા પ્રકારના ગાદલા નો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. પણ તમે દોરીથી ગુંથેલા ખાટલા કે જેને આપણે ખાંટ, ચારપાઈ, ખટિયા વગેરે અલગ અલગ નામથી ઓળખીયે છીએ તેના લાભ જાણો છો? આ ખાટલામાં આરામ તો મળે જ છે પણ સાથે જ ઘણા વૈજ્ઞાનિક કારણો પણ છે જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે અને અનેક રોગોથી પણ બચાવે છે.

  • વૈજ્ઞાનીકો અનુસાર સુતા સમયે માથા અને પગ કરતા પેટ નાં ભાગમાં વધુ પ્રમાણમાં લોહીના વાહનની જરૂર હોય છે કારણ કે રાત્રીના સમયે પણ પેટમાં ખોરાકના પાચનની પ્રક્રિયા ચાલુ જ હોય છે. મોર્ડન બેડ પર સુવાથી આપણા શરીરની સ્થિતિ એ મુજબની રહેતી નથી પણ ખાટલામાં સુવાથી આપણું શરીર એ પ્રકારની સ્થિતિમાં રહે છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
  • ખાટલા ઉપર સુવાથી કમર કે સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે.
  • ડોકટરો પણ ગર્ભવતી તથા બાળકના જન્મ બાદ મહિલાને ખાટલામાં સુવાની સલાહ આપતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp