વજન ઓછું કરવા માટે ઉપયોગી એવા જમરૂખના જાણો બીજા ફાયદા

PC: vbhealth.com

વિટામીન C, લાઈકોપિન અને એન્ટી ઓક્સિડન્ટ અને પોટેશિયમથી ભરપૂર એવા જમરૂખના ઘણા ફાયદાઓ છે. આ ફળ બીપીને નોર્મલ રાખવા અને બીજી અન્ય બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે. તો જાણો જમરૂખના બીજા ફાયદાઓ

  1. કેન્સર સામે ખતરો ઓછો કરે - જમરૂખમાં આવેલા લાઈકોપિન, વિટામીન C અને એન્ટી ઓક્સિડન્ટ કેન્સરના સેલ્સ બનતા રોકવામાં ઘણા મદદરૂપ થાય છે. આ સિવાય બ્રેસ્ટ કેન્સર સામે પણ તે રક્ષા કરે છે.
  2. આંખોની રોશની વધારે- ગાજરની જેમ જમરૂખમાં પણ વિટામીન A હોવાને લીધે આખોની રોશનીને વધારે છે અને આંખોના મસલ્સને પણ સ્ટ્રોંગ બનાવે છે.
  3. સગર્ભા મહિલાઓ માટે પણ જમરૂખ ઘણું સારું છે. આ ફળ બાળકની નર્વસ સિસ્ટમને ડેવલપ કરવામાં મદદ કરે છે અને નાના બાળકોને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરથી બચાવે છે.
  4. સ્ટ્રેસ ઓછું કરે- જમરૂખમાં આવેલું મેગ્નેશિયમ શરીરની નસો અને મસલ્સને આરામ આપે છે. રોજનું એક જમરૂખ ખાવાથી તમારો સ્ટ્રેસ દૂર કરવામાં ઘણી મદદ રહેશે.
  5. વજન ઘટાડવામાં મદદરૂપ- રોજનું એક જમરૂખ ખાવાથી તમારું મેટાબોલિઝમ વધારીને શરીરનું વજન વધારવા પર રોક લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp