ભૂમિ પેડનેકરે શેર કર્યો વજન ઘટાડવા માટેનો આ ડાયેટ પ્લાન, આ કરસત પણ અનિવાર્ય

PC: befitandfine.com

વર્ષ 2015માં ફિલ્મ 'દમ લગા કૈ હૈશા'થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ભૂમિ પેડનેકરે એક ડેબ્યુ એક્ટ્રેસ તરીકે પણ અનેક લોકોના દિલ જીતી લીધા હતા. મોટા ભાગના લોકો જાણે છે કે, આ ફિલ્મ માટે તેમણે વજન વધાર્યું હતું. જે પછીથી ઘટાડી દીધું. તેમણે ચાર મહિનામાં 32 કિલો વજન ઘટાડ્યું હતું. તેની વેઈટલોસ જર્ની પણ એક પ્રેરણા આપી જાય એવી છે. ખાસ કરીને ખાવા-પીવાની શોખીન ભૂમિએ સરસ રીતે ડાયેટ કંટ્રોલ કરીને વજન ઘટાડ્યું છે. આ મેજિક પાછળનો ડાયેટ પ્લાન પણ ભૂમિએ શેર કર્યો છે.

દરરોજના બીઝી શેડ્યુલમાં ભૂમિ પોતાના ફીગર પ્રત્યે ખૂબ ધ્યાન આપે છે. પોતાનું વજન કંટ્રોલમાં રહે એ માટે થોડી કસરતની સાથે ડાયેટ ઉપર પણ ધ્યાન આપે છે. હેલ્ધી ડાયેટ લઈને પોતાની લાઈફસ્ટાઈલ એ રીતે સેટ કરી છે કે વજન એકાએક વધી ન જાય. તાજેતરમાં તેણે એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે સલાડ અને સીંગદાણા ખાતી જોવા મળી હતી. તેમના બપોરના ડાયેટમાં થોડું શાક અને વધારે પડતું સલાડ હોય છે. જેમાં સાથે સિંગદાણા અને પાપડ સ્વાદને થોડો ક્રિસ્પી બનાવે છે. બપોરના મેનુંમાં કોઈ પકવાન કે સ્પેશ્યલ ડીશ જમતી નથી. તેણે કહ્યું હતું કે, વજન ઘટાડવા માટે તેણે કોઈ ન્યુટ્રિશિયસની સલાહ લીધી નથી અને ખાસ શું ન ખાવું જોઈએ એવા નિયમ પણ અનુસર્યા નથી.

તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હજુ સુધી તેણે ક્યારેય કોઈ ડાયટિશ્યનની મુલાકાત પણ લીધી નથી. તેની માતાએ જ તેમને ફીટ રાખવા જમવાનું તૈયાર કર્યું હતું. તેણે પોતાનો ડાયેટ પ્લાન શેર કરીને આવું જમવાનું તે ફરજિયાત પણે ખાય છે એવું દર્શાવ્યું નથી. તે કહે છે કે, હું મારી ચોઈસથી આ ડાયેટ ફોલો કરું છું. પોષકતત્વોયુક્ત જમવાનું જમવું એ પણ એક લાઈફસ્ટાઈલ છે. ખાસ કરીને વધારાનો કાર્બોહાઈડ્રેડ શરીરમાં હોવો જ ન જોઈએ. સાથે પ્રોટિન અને ફાયબરવાળો ખારોક ખાવો જોઈએ. માત્ર સલાડ જ નહીં પણ ક્યારેક એના લંચબોક્સમાં ચિકન સલાજ પણ હોય છે. આ ઉપરાંત 2 રોટલી, કઢી, ફ્રાય કરેલા મશરૂમ અને ટિક્કી પણ હોય છે. તે કહે છે કે, આ ડાયેટ પ્લાન અક્ષય કુમારે બનાવી આપ્યો છે. પોતાના મોટિવેશનલ ટ્રેનર તરીકે તે અક્ષય કુમારને ફોલો કરે છે. આ ઉપરાંત જીમમાં જઈને બધી નહીં પણ કેટલીક કસરત તે જરૂર કરે છે. આ ઉપરાંત બાહરના જંકફૂડ કરતા ઘરનું જમાવનું શરીરને સુડોળ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે કહે છે કે, દરરોજના જમવાના કરતા સાવ ઓછો ખોરાક લેવો એ જ વજન ઊતારવા માટેનું બેસ્ટ ડાયેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp