કોરોના વાયરસને કારણે આંખોમાં શું સમસ્યા થઈ શકે છે, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

PC: forbes.com

કોરોના વાયરસ દેશ સહિત દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યો છે અને તેના લક્ષણોને લઈને રોજેરોજ નવા સમાચાર સામે આવતા રહે છે. હાલમાં જ એવું જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસની સૌથી વધુ અસર ફેફસાઓ પર થાય છે. ઘણા મામલા એવા પણ સામે આવી રહ્યા છે, જેમાં કોરોના વાયરસના લક્ષણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને કેટલાક લોકોમાં લક્ષણો ન હોવા છતા તેઓ પોઝિટિવ મળી આવી રહ્યા છે. આ સાથે જ ઘણા કોરોના વાયરસથી સંક્રમિત લોકોએ આંખો સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સામાન્યરીતે કોરોના વાયરસના લક્ષણ સામે આવવા પર 2થી 14 દિવસનો સમય લાગી શકે છે. તેમાં તાવ, માથાનો દુઃખાવો, ગળામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા ઘણા સામાન્ય લક્ષણો દેખાઈ શકે છે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે, શું કોરોના વાયરસની અસર આંખો પર પણ પડે છે?

નવી દિલ્હીમાં સ્થિત આરએમએલ હોસ્પિટલના ડૉક્ટર એ. કે, વાર્ષ્ણયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ મુખ્યરીતે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને મોટાભાગના કેસ માઈલ્ડ હોય છે. વાયરસ સૌથી વધુ ફેફસાઓને પ્રભાવિત કરે છે. પરંતુ કેટલાક એવા કેસો પણ સામે આવી રહ્યા છે, જેમાં નર્વસ સિસ્ટમને પણ કોરોના વાયરસ પ્રભાવિત કરી રહ્યો છે, જે મસ્તિષ્કમાં ઓક્સિજનની અછત અથવા ક્લોટિંગને કારણે થાય છે. જેના કારણે આંખમાં કંજક્ટિવાઈટિસ થઈ શકે છે. જેનાથી આંખોની કીકીમાં ધૂંધળાપણું આવી જાય છે. આ સાથે જ સાંભળવામાં પણ મુશ્કેલી જેવી તકલીફ થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, એવા કેસ ખૂબ જ ઓછાં સામે આવી રહ્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને જલ્દી- જલ્દી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ કારણે થાકનો અનુભવ થાય છે. આવામાં પોતાની ઈમ્યૂનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવા માટે વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, ઓક્સિજન લેવલ પર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કિંગ જ્યોર્જ ચિકિત્સા યુનિવર્સિટીના રેસ્પિરેટરી મેડિસિન વિભાગના અધ્યક્ષ તેમજ કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. સૂર્યકાંતે જણાવ્યું કે, હોમ આઈસોલેશનમાં રહેનારા લોકોએ સમય- સમય પર પોતાના શરીરમાં ઓક્સિજનના લેવલની તપાસ કરતા રહેવું જોઈએ. તેના પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને ઓક્સિજન લેવલ 90ની નીચે જતા જ તાત્કાલિક ધોરણે હોસ્પિલમાં વધુ સારવાર માટે દાખલ થઈ જવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp