કોરોનામાંથી સાજા થયા બાદ 78% લોકોને થઈ રહી છે હાર્ટ સંબંધી સમસ્યાઓઃ સ્ટડી

PC: indiatimes.com

કોરોના વાયરસના કારણે આખી દુનિયા છેલ્લાં 7 મહિનાઓથી અસ્ત-વ્યસ્ત છે. કરોડો લોકોને બીમાર કરનારો અને લાખો લોકોનો જીવ લેનારો આ વાયરસ ભારતમાં મોડેથી આવ્યો હતો, તેમ છતાં આજે ભારત દુનિયામાં ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 15 લાખ કરતા વધુ થઈ ગઈ છે અને મરનારાઓનો આંકડો પણ અશરે 35 હજાર સુધી પહોંચી ગયો છે. જ્યારે 10 લાખ કરતા વધુ લોકો બીમારીને હરાવીને સાજા થઈ ચુક્યા છે. જ્યારે દુનિયાભરમાં 1.7 કરોડો લોકો આ વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે અને 1.07 કરોડ લોકો સાજા થઈ ચુક્યા છે. વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા આપણને આ બીમારીથી ન ડરવા માટે ઉત્સાહિત જરૂર કરે છે, પરંતુ હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેને કારણે કોરોના વાયરસની ચપેટમાં આવનારા દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

Journal of America Medical Association (JAMA) દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી અનુસારા, કોરોના વાયરસના ઘણા બધા દર્દીઓ ભલે થોડાં દિવસોમાં સાજા થઈ રહ્યા હોય, પરંતુ લાંબા સમયમાં આ વાયરસ લોકોના સ્વાસ્થ્યને ખરાબરીતે નુકસાન પહોંચાડી શકે છે. JAMA દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19થી સાજા થઈ ચુકેલા આશરે 80% દર્દીઓને થોડાં સમય બાદ હૃદય સાથે સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ રહી છે. આ રિસર્ચ માટે સંશોધકોએ જર્મનીમાં કોવિડ-19ની ચપેટમાં આવી ચુકેલા 100 દર્દીઓનું અધ્યયન કર્યું. આ અધ્યયન એપ્રિલથી જૂનની વચ્ચે કરવામાં આવ્યું. આ તમામ દર્દીઓની ઉંમર 40થી 50 વર્ષની વચ્ચે હતી અને આ તમામ કોરોના વાયરસને સફળતાપૂર્વક હરાવીને સાજા થઈ ચુક્યા હતા. આ 100 દર્દીઓમાંથી 67 દર્દીઓ એવા હતા, જે લક્ષણો વિનાના હતા અથવા સામાન્ય લક્ષણોવાળા હતા, આથી તેમના કોરોના વાયરસ ઈન્ફેક્શનની સારવાર અને રિકવરી ઘરે જ થઈ, જ્યારે 23 દર્દીઓ એવા હતા, જેમણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સંશોધકોએ આ દર્દીઓના હૃદયની ગતિવિધિ અને સ્વાસ્થ્યની જાણકારી માટે તેમનું MRI સ્કેન, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટિશ્યૂ બાયોપ્સી જેવી તપાસ કરી, જેથી કોરોના વાયરસના આ દર્દીઓના હૃદય પર પડનારા પ્રભાવને જાણી શકાય.

વૈજ્ઞાનિકોને આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, 100માંથી 78 દર્દીઓ એવા હતા, જેમના હૃદયમાં સોજો અને ડેમેજ જોવા મળ્યું. આ તમામ માટે ચોંકવનારું હતું કારણ કે 100માંથી 78ની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. આ અધ્યયનના પ્રમુખ શોધકર્તા Clyde W. Yancyએ કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યું છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે. એવામાં તેના લક્ષણ અને સાઈડ ઈફેક્ટ્સ પણ સતત વકરી રહ્યા છે. તેમણે કહ્યું, અમારા અધ્યયને એક નવી સમસ્યા અંગે જાણકારી આપી છે, જેમાં કોવિડ-19ના કારણે કાર્ડિયોમાયોપૈથી અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓને સમજવામાં મદદ મળશે. આ અધ્યયનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, જે લોકોને પહેલાથી હાર્ટ સંબંધી કોઈ સમસ્યા નથી, તેમનામાં આ કોરોના વાયરસની રિકવરી બાદ હાર્ટ સંબંધી સમસ્યાઓનું જોખમ રહેલું છે. કેટલાક એવા રિઝલ્ટ્સ UKમાં કરવામાં આવેલી એક સ્ટડીમાં પણ સામે આવ્યા હતા, જેમાં કોવિડ-19ના 1216 દર્દીઓનું અધ્યયન કરવામાં આવ્યું હતું. આ દર્દીઓમાં પણ હાર્ટ સંબંધી મુશ્કેલીઓની વાત કહેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp