કોરોનાથી બચવા સવાર-સાંજ ગરમ પાણીના કોગળા કરો, 7 કલાક ઊંઘ લો

PC: inlifehealthcare.com

આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ. મનોજ નેસારીના જણાવ્યા અનુસાર, કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટી જરૂરી છે પરંતુ, તે દવા કે ખાસ વસ્તુ ખાવાથી નથી વધતી. તેના માટે બગાડેલા રૂટિનના સુધાર સાથે ખાન-પાન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કોરોના સાથે જોડાયેલા સવાલ પર ડૉક્ટર મનોજ નેસારીએ આકાશવાણીને આપેલા જવાબ અમે તમને જણાવી રહ્યા છીએ.

COVID-19ના દર્દીઓમાં સારા થનારા લોકોની સખ્યા વધી રહી છે તેને કઈ રીતે જુઓ છો?

વાયરસથી જે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમાંથી 38.79 ટકા દર્દી સારા થઈ ચુક્યા છે. ક્યાંક ને ક્યાંક ઈમ્યુનિટીના કારણે સંક્રમિતોને સારા થવામાં મદદ મળી રહી છે. તો આયુષ મંત્રાલયે પણ અલગ અલગ રાજ્યોમાં કેટલાક પ્રયાસ કર્યા છે, તેનો પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે.

ઈમ્યુનિટી માટે સૌથી જરૂરી વસ્તુ શું છે?

ઈમ્યુનિટી કોઈ દવા કે કોઈ ખાદ્ય પદાર્થથી નથી વધતી. તેના માટે સંતુલિત ભોજન જરૂરી છે. જે પણ ખાઓ તાજુ ખાઓ. સમય પર ભોજન લેવું પણ જરૂરી છે. પોતાને સ્વસ્થ બનાવો, શરીરને આરામ આપો. સારી ઊંઘ લો. સારી ઊંઘનો અર્થ છે કે, પથારી પર માત્ર પડખા ન ફેરવો, ઓછામાં ઓછા 6-7 કલાકની ઊંઘ જરૂર લો.

આયુષ મંત્રાલયે સંક્રમણથી બચવા માટે લોકોને કઈ વસ્તુનું સેવન કરવાની સલાહ આપી છે?

ગરમ પાણી પીવું જોઈએ, જ્યાં સુધી બને ત્યાં સુધી ઠંડુ પાણી પીવાથી બચો. ફ્રીઝનું બરફવાળું પાણી ન પીઓ. ત્રણ વનસ્પતિ ગિલોય, આમળા અને અશ્વગંધાનું સેવન કરો. તેની ગોળીઓ પણ આવે છે. ગિલોય ઘનવતી પણ લઈ શકો છો. આમળા માટે ચ્યવનપ્રાસનું સેવન કરો. હલદરવાળું દૂધ ઘણું ફાયદાકારક છે. ગરમ પાણીથી સવાર- સાંજ કોગળા કરવાથી ગળું સાફ રહે છે. આ સિવાય સરસવ, નારિયેળ, તલનું તેલ કે દેશી ઘીના કેટલાક ટીપાં ચાર-પાંચવાર નાકમાં નાંખો. આ ઉપાયોથી પોતાનો બચાવ કરી શકાય છે.

ઘર પર ઉકાળો કઈ રીતે બનાવવો?

તુલસીના 4 પાંદડા, 1 લવિંગ, થોડું તજ અને 5-10 ગ્રામ આદુ પીસેની તેને દોઢ કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે એક કપ રહી જાય તો તેમાં મધ નાંખીની પી શકો છો. જો સુગરની બીમારી હોય તો તેમાં ખાંડ કે મધ મિક્સ ના કરો. વધારાની જાણકારી આયુષ મંત્રાલયની વેબસાઈટ પરથી લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp