ક્રિટીકલ દર્દીઓ અંતિમ ક્ષણ સુધી ખુશીથી જીવે તેવી સારવાર અમદાવાદ સિવિલમાં

PC: khabarchhe.com

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક એવો વિભાગ આવેલો છે કે જે અત્યંત ક્રિટીકલ દર્દીઓને અંતિમ ક્ષણ સુધી સક્રિય અને ઉત્સાહથી જીવન વ્યતિત કરવાનો લાભ આપે છે, જે દર્દી તેના પોતાના ઘરે મેળવી શકતો નથી. આ સેન્ટરમાં વર્ષે 20,000થી વધુ દર્દીઓ આવે છે.

સિવિલ હોસ્પિટલના ડો. પ્રીતિ સંઘવીએ કહ્યું હતું કે જે દર્દીઓને દવા કે સારવાર આપીને સ્વસ્થ કરી શકતા નથી તેવા દર્દીઓને છેલ્લી ઘડી સુધી સારવાર સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તેવી સુવિધા સિવિલના પોલિએટીવ કેર સેન્ટરમાં આપવામાં આવે છે.

કેન્સર, શ્વાસની બીમારી, ગંભીર હૃદય રોગ અને કિડનીને લગતા અસાધ્ય રોગ કે જેમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોય કેવા રોગમાં ખાસ પ્રકારની પેલિએટિવ કેર સારવાર આપવામાં આવે છે. પોલિએટીવ કેરમાં દર્દીની શારીરિક, માનસિક તેમજ ભાવનાકીય બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના આંકડા પ્રમાણે દુનિયામાં લગભગ 40 મિલિયન લોકોને પેલિએટિવ કેરની સારવારની જરૂરત છે. હાલમાં ફકત 14 ટકા દર્દીઓને જ આ સારવાર ઉપલબ્ધ છે. ભારતમાં દર વર્ષે એક મિલિઅન કરતાં વધારે લોકોને કેન્સર થાય છે, જેમાંથી 75 ટકા દર્દીઓનું નિદાન એડવાન્સ સ્ટેજનું કેન્સર  હોય છે. આ બધા જ દર્દીઓને પેલિએટિવ કેરની જરૂરિયાત પડે છે પરંતુ માત્ર બે ટકા દર્દી આ સારવારનો લાભ લઈ શકે છે.

કેન્સર (34%), હૃદય (38.5%), લિવર, કિડન્ની કે ફેફસા(10.3%)ના રોગના દર્દીઓ,  ન્યૂરોસાયકોલોજીકલ રોગ જેવા કે પાર્કિન્સોનીઝમ, અલ્ઝેમર રોગના દર્દીઓ અને બાળકોમાં જન્મજાત રોગ તથા કેટલાક કમ્યુનિકેબલ રોગ જેવા કે એચઆઇવી(5.7%)  માટે આ પેલિએટીવ સેન્ટરમાં સારવારની જરૂર પડે છે. આ દર્દી તેની અંતિમ ક્ષણ સુધી ઉત્સાહથી જીવી શકે છે, કારણ કે તેમને સ્પેશ્યલ પ્રકારની એવી દવાઓ આપવામાં આવે છે કે તેમને દર્દી અને પીડામાંથી મુક્તિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp