ઈ-કોમર્સ સાઈટ્સ પર વેચાતી મોટાભાગની ક્રીમોમાં મળી આવ્યું હાનિકારક મર્ક્યૂરી

PC: business-standard.com

જો તમે ગોરા થવા માટે કોઈ વેબસાઈટ પરથી ફેરનેસ ક્રીમ ઓર્ડર કરીને તેનો ઉપયોગ કરતા હો તો આ સમાચાર તમારા માટે છે. તમારે અત્યારથી જ સાવધાન થઈને આ ક્રીમોથી દૂર થઈ જવુ જોઈએ. લોકોના મનમાં ગોરા થવાની ભાવના જન્માવીને ઈ-કોમર્સ સાઈટ્સ દુનિયાભરમાં હાઈ મર્ક્યુરી મિક્સ્ડ ફેરનેસ ક્રીમ વેચી રહી છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પહેલા આવી ક્રીમોથી લોકોને સાઈડ ઈફેક્ટ થવાની ફરિયાદો આવી હતી. ત્યારબાદ મિનામાતા કન્વેશન ઓન મર્ક્યુરીમાં કોસ્મેટિક્સમાં મર્ક્યુરીની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, 1 કિલો કોસ્મેટિક્સ અથવા ક્રીમ બનાવવામાં મહત્તમ 1 મિલિગ્રામ મર્ક્યુરીનો ઉપયોગ થશે. એટલે કે કોસ્મેટિક્સમાં મર્ક્યુરીનો હિસ્સો 10 લાખમો (PPM) હશે.

ક્રીમોમાં મર્ક્યુરીની લિમિટ નક્કી કરવાની સાથે જ કન્વેશને વધુ મર્ક્યુરીવાળા પ્રોડક્ટના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. 2013માં ઘણા દેશોમાં તો ક્રીમમાં મર્ક્યુરીના યુઝ પર જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ, હાલમાં જ ઝીરો મર્ક્યુરી વર્કિંગ ગ્રુપની તપાસમાં જાણવા મળ્યું છે કે, આશરે 47% સ્કિન ક્રીમમાં મર્ક્યુરીની માત્રા 10 હજાર PPM થી 50 હજાર PPM સુધી છે. એટલે કે નક્કી કરવામાં આવેલી લિમિટ કરતા 10 હજારથી 50 હજાર ગણી વધારે છે.

આ તપાસ ઝીરો મર્ક્યુરી ગ્રુપ તરફથી કરવામાં આવી હતી. તેણે 40 ઈ-કોમર્સ સાઈટ પર એશિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકાના 17 દેશોમાં વેચવામાં આવી રહેલા 271 પ્રકારના ફેરનેસ કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સના સેમ્પલ લીધા. તેમા 129 સેમ્પલ તો યુરોપના 16 દેશોમાંથી લેવામાં આવ્યા હતા, જેમા 30 વેબસાઈટ્સ પરથી લેવામાં આવેલા કોસ્મેટિક સેમ્પલોમાં ઉચ્ચ સ્તરનું મર્ક્યુરી મળી આવ્યું. જણાવી દઈએ કે, 55 કરતા વધુ દેશોના 110 કરતા વધુ હેલ્થ અને પર્યાવરણ પર કામ કરનારા NGOએ ઈ-કોમર્સ સાઈટો પર વેચવામાં આવી રહેલા ઉત્પાદનો પર સવાલ ઉઠાવ્યા છે.

4 વર્ષમાં આશરે 45% વધી જશે કોસ્મેટિક માર્કેટ

ફેરનેસ કોસ્મેટિક્સનું દુનિયાભરમાં હાલ 8 અબજ ડૉલર (આશરે 61 હજાર કરોડ રૂપિયા)નું માર્કેટ છે. એક રિપોર્ટ અનુસાર, આવનારા ચાર વર્ષોમાં આ માર્કેટ વધીને 11.8 અબજ ડૉલર (આશરે 90 હજાર કરોડ રૂપિયા)નું થઈ જશે. એટલે કે આ માર્કેટમાં આશરે 45 ટકાનો ગ્રોથ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp