ડાર્ક ચોકલેટ ખાવાથી પ્રૅગનન્ટ મહિલાને જાણો કયા ફાયદાઓ થાય છે

PC: ninifile.com
ચોકલેટ નાના બાળકો માટે હાનિકારક હોય છે. તો મોટા ઓ માટે પણ થોડા અંશે અસર કરતી હોય છે. જોકે, પ્રેગનન્સીમાં ડાર્ક ચોકલેટ ખાવાથી હેલ્થને લગતા ફાયદાઓ પણ હોય છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ડાર્ક ચોકલેટનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. અને ગર્ભમાં રહેલાં બાળકના વિકાસમાં પણ મદદ કરે છે.
 
ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા
  • પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓમાં ઘણાં શારીરિક અને માનસિક ફેરફાર થયા હોય છે. જેના માટે સ્ટ્રેસ અને ચિડિયાપણું વધી જતું હોય છે. જો મહિલાઓ ડાર્ક ચોકલેટ ખાવાની શરૂઆત કરે તો સ્ટ્રેસ ઘણી હદ સુધી ઓછો થઈ શકે છે. ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલને વધતા રોકે છે.
  • પ્રેગ્નેન્સી દરમિયાન ચોકલેટ ખાવાથી ઈમ્યૂનિટી વધે છે અને ગર્ભમાં રહેલાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.
  • ડાર્ક ચોકલેટ હાર્ટ માટે પણ બહુ જ ફાયદાકારક છે. તેમાં રહેલાં એન્ટીઓક્સિડેન્ટ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રોજ 1 નાનો ટુકડો ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ સંબંધી બીમારીઓથી બચી શકાય છે.
  • પ્રેગનેન્ટ મહિલાઓમાં હીમોગ્લોબિનની કમીની સમસ્યા મોટાભાગે થતી હોય છે. પણ ડાર્ક ચોકલેટના સેવનથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તેમાં આયર્ન અને મેગ્નેશિયમ હોય છે. જે હીમોગ્લોબિનને વધારે છે.
  • પ્રેગનન્સી દરમિયાન કોલેસ્ટ્રોલ વધાવનો પણ ખતરો રહેતો હોય છે. જેમાં માં અને બાળક બંનેને એસર થઈ શકે છે. જેથી પ્રેગનન્સી દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. કારણ કે ડાર્ક ચોકલેટમાં શુગર અને ફેટની માત્રા પણ ઓછી હોય છે.
  • પ્રેગ્નેન્સી દરમિયા મહિલાઓને બીપીની સમસ્યા વધી જાય છે. જો બીપી કંટ્રોલ કરવું હોય તો ડાર્ક ચોકલેટનું સેવન શરૂ કરવું જોઈએ કારણ કે તેમાં બ્રોમીન હોય છે. જે બીપીને નોર્મલ રાખવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp