ડેબિટ કાર્ડથી નીકળતી સ્લીપ તમારો જીવ લઈ શકે છે, જાણો કેવી રીતે

PC: youtube.com

ડિજિટલ ઈન્ડિયામાં આજે લોકો મોટા પ્રમાણમાં કોઈપણ વસ્તુ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં સૌથી મોખરે છે ડેબિટ કાર્ડ. પરંતુ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરનારા સાવધાન થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર એક સ્લીપ નીકળે છે, પરંતુ આ સ્લીપ એટલી ડેન્જરસ છે કે તેનાથી તમારો જીવ પણ જઈ શકે છે અથવા તમને તેનાથી કેટલીક ગંભીર બીમારી થવાનો પણ ખતરો છે.

એક રિસર્ચ મુજબ આ સ્લીપના પેપર પર એક ખતરનાક કેમિકલ હોય છે, જે તમને ગંભીર બીમારી નોતરી શકે છે. તજજ્ઞોનું કહેવું છે કે, આ સ્લીપથી હૃદયની બીમારી, લીવર અને કીડની સંબંધિત બીમારી પણ થઈ શકે છે. ટોક્સિક લિંક દ્વારા કરવામાં આવેલી નવી રિસર્ચમાં આ રિપોર્ટ સામે આવ્યો છે. સ્લીપના આ પેપરમાં ખતરનાક કેમિકલ બિસફિનોલ-A(BPA) મોટી માત્રામાં હોય છે, જેનો ઉપયોગ થર્મલ પેપર, કેસ રજિસ્ટર પેપર અને સેલ રિસિપ્ટ જેવી જગ્યાએ કરવામાં આવે છે.

ટોક્સિક લિંકે દિલ્હીના 12 જેટલા અલગ-અલગ થર્મલ પેપરોના સેમ્પલ્સ એકત્રિત કર્યા હતા. આ સેમ્પલ્સ લોકલ બ્રાન્ડથી લઈને એને બનાવનાર અને તેનો જથ્થો પૂરો પાડનાર પાસેથી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરાવીને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે ટોક્સિક લિંકના પ્રશાંત રાજાંકરે જણાવ્યું હતું કે, આ સેમ્પલ્સને તપાસ માટે બનારસ હિન્દૂ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીમાં મોકલવામાં આવ્યા હતા અને આની તપાસ ગેસ ક્રોમેટોગ્રાફીથી કરવામાં આવી હતી.

આ થર્મલ પેપરમાં BPAની 300 PPMથી 6600 PPM સુધી માત્રા મળી હતી. એટલે કે થર્મલ પેપરમાં સરેરાશ 3037 PPM હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે, આ પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જાપાન, બેલ્જિયમ, ડેનમાર્ક, કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોમાં થર્મલ પેપરમાં BPAના ઉપયોગ પર પ્રતિબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp