દેશમાં દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવે સરકાર, દિલ્હી હાઈકોર્ટ આપ્યા નિર્દેશ

PC: dhqhospitalattock.com

દેશભરમાં ઓનલાઈન દવાઓના વેચાણને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, તેના પર તુરંત જ મનાઈ ફરમાવવામાં આવે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મોહન અને જસ્ટિસ વી. કે. રાવની બેન્ચે એક PIL પર સુનાવણી કરતા આ નિર્દેશ આપ્યા છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી PILમાં કહેવામાં આવ્યુ હતુ કે, ઈન્ટરનેટના માધ્યમથી લાખો એવી દવાઓ વેચવામાં આવી રહી છે, જે કોઈ ડૉક્ટરની સલાહ વિના નથી મળી શકતી.

PILમાં ફરિયાદકર્તા ડૉક્ટર ઝહીર અહમદના વકીલ નકુલ મહેતાએ જણાવ્યુ હતુ કે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને ફાર્મસી એક્ટ 1948 અંતર્ગત દવાઓના ઓનલાઈન વેચાણની અનુમતિ નથી. એવામાં કોઈપણ કંપની કઈરીતે ઓનલાઈન દવા વેચી શકે છે.

ફરિયાદકર્તાએ કહ્યુ હતુ કે, 2015માં ભારતના ડ્રગ કંટ્રોલરે દરેક રાજ્યોને દવા નિયંત્રકોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, દેશના લોકોના સ્વાસ્થ્યને જોતા ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે, કારણ કે ઓનલાઈન દવા લોકો કોઈપણ ડૉક્ટરની સલાહ વિના ખરીદી લે છે.

PILમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સરકાર લોકોના સ્વાસ્થ્યની રક્ષામાં અસફળ રહી છે. PILમાં જણાવવામાં આવ્યુ છે કે, ઓનલાઈન દવાના વેચાણને કારણે લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp