જો આ લક્ષણો દેખાય તો તરત કરાવો ડાયાબિટિઝ ટેસ્ટ

PC: app.goo.gl

ડાયાબિટિઝની બીમારી હવે દર ત્રીજા વ્યક્તિને થાય છે. ભારતમાં લોકો ડાયાબિટિઝને અત્યંત હળવાશથી લે છે અને ખોરાકમાં યોગ્ય પરેજી રાખતા નથી, પરંતુ ડાયાબિટિઝ જ્યારે તેની સીમા વટાવી જાય ત્યારે દર્દીએ એક સાથે અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી અમે તમને સલાહ આપીએ છીએ કે જો તમને ડાયાબિટિઝ હોય તો તેને જરા પણ હળવાશથી નહીં લેતા. સાથે જ તમને કેટલાક લક્ષણોથી પણ આગાહ કરીએ છીએ, જે લક્ષણો તમને દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરીને ડાયાબિટિઝ ચેક કરાવી લેવું

બલ્ડમાં જો શુગર લેવલ વધી જાય તો માણસને વારંવાર પેશાબ થાય છે. આથી જો તમને સામાન્ય કરતા વધુ પેશાબ થાય તો એને ગંભીરતાથી લેજો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરી તેમને આ લક્ષણથી આગાહ કરજો. સાથોસાથ તમને વારંવાર પાણી પીવાનું મન પણ થતું રહેશે. એટલે જો તમને ઉનાળા સિવાયની ઋતુઓમાં પણ વારંવાર પાણી પીવાનું મન થતું હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવા.

ડાયાબિટિઝ તમારા ઍનર્જી લેવલને પણ પ્રભાવિત કરતું હોય છે. આથી જો તમે સાવ નજીવું કામ કર્યા પછી પણ ઘણો થાક લાગતો હોય તો એ ડાયાબિટિઝના લક્ષણો હોઈ શકે છે. ડાયાબિટિઝનું એક બીજું લક્ષણ એ છે કે ડાયાબિટિઝમાં દર્દીને વારંવાર ભૂખ લાગે છે. આથી જો સરખું ભોજન કર્યા પછી પણ તમને થોડા થોડા સમયે ભૂખ લાગતી હોય તો એ બાબતને સહેજ ગંભીરતાથી લેજો.

આ ઉપરાંત તમને અચાનક ધૂંધળું દેખાવા માંડે તો આંખના ડૉક્ટરની સાથોસાથ ડાયાબિટિઝનું પણ ચેકઅપ કરાવી લેવું. ડાયાબિટિઝ હોય ત્યારે ઘણા લોકોને ધૂંધળું દેખાવા માંડે છે. આ સિવાય જો વારંવાર તમારા હાથપગ સૂન્ન થઈ જતા હોય તો ખાલી ચડી છે એવું વિચારીને તેને અવગણતા નહીં. આ ડાયાબિટિઝનું લક્ષણ પણ હોઈ શકે છે. છેલ્લે એક વાત કદાચ તમને ધ્યાનમાં ન આવે, પણ જો તમારા શરીરના જુદા જુદા ભાગે વારંવાર ખંજવાળ આવતી હોય તો એને પણ ગંભીરતાથી લેજો અને ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય ચેકઅપ કરાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp