શું ગુજરાતની ખાનગી કંપનીઓએ કોરોનામાં લોકોને મદદ કરી હતી? જાણો કેટલો ખર્ચ કર્યો

PC: https://navbharattimes.indiatimes.com

ભારતમાં કોર્પોરેટ કંપનીઓ તરફથી કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળ સામાજીક કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ વર્ષે જે કુલ ખર્ચ થયો છે તે પૈકી સૌથી વધુ હેલ્થકેર સેક્ટરમાં જોવામાં આવ્યો છે. આ વર્ષે ગુજરાતમાંથી વિક્રમી 55 ટકાનો ખર્ચ હેલ્થકેર સેક્ટરમાં કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યના પ્રસાયો ઉપરાંત કોર્પોરેટ કંપનીઓએ પણ તેમનું યોગદાન આપ્યું છે. કેન્દ્રીય કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના નેશનલ સીએસઆર ડેટા પોર્ટલના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2020-21ના વર્ષમાં સીએસઆર પ્રવૃત્તિ માટે જાહેર અને ખાનગી કંપનીઓ તરફથી 582 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

હેલ્થકેર સેક્ટરમાં ફંડની માત્રા જોતાં છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા વર્ષમાં માતબર રકમ જોવા મળી છે. નિયમ પ્રમાણે કંપનીઓને તેમના ત્રણ વર્ષના ચોખ્ખા નફાના બે ટકા ખર્ચ સીએસઆર માટે કરવો પડતો હોય છે. અગાઉના બે વર્ષમાં ગુજરાતના કુલ સીએસઆર ખર્ચમાં હેલ્થ સેક્ટરનો હિસ્સો 33 અને 23 ટકા જોવા મળ્યો છે પરંતુ કોરોના સંક્રમણના સમયમાં કંપનીઓએ છેલ્લા વર્ષે 55 ટકા હિસ્સો આપ્યો છે.

સીએસઆરનો ઉપયોગ સામાન્ય રીતે શિક્ષણ, પાણી અને અને અન્ય જીવન આવશ્યક બાબતો માટે કરવામાં આવતો હોય છે પરંતુ કોરોનાના કારણે આ વખતે મોટાભાગનું ફંડ આરોગ્ય માટે અને મહામારીમાં લડવા માટે વાપરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રતિવર્ષ આશરે 1200થી વધુ કંપનીઓ સીએસઆર માટે તેમના નાણાં ફાળવે છે. આ કંપનીઓમાં ફાર્મા કંપનીઓ પણ સામેલ થાય છે.

કુલ સીએસઆર પૈકી આરોગ્યમાં થયેલી ફાળવણી...

 વર્ષ            કુલ (કરોડ)    હેલ્થકેર (કરોડ)        ટકા

2020-21       582            318            55

2019-20       989            328            33

2018-19       1092           248            23

2017-18       948            281            29

2016-17       871            236            27

 
 
 
 
 
 

 

 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp