ખૂબ જ ખતરનાક હોય છે ડીઝલ કારો, પોલ્યૂશન જ નહીં જીવનું પણ હોય છે જોખમ

PC: express.co.uk

મોટાભાગે લોકો ડીઝલ કાર ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે ડીઝલ કારો વધુ માઈલેજ આપે છે અને તેનું એન્જિન લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ડીઝલ કારોમાં એક એવી ખામી હોય છે, જેને કારણે ચલાવનારાઓને ખૂબ જ નુકસાની થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જો ડીઝલ એન્જિનને યોગ્યરીતે મેન્ટેઇન કરવામાં ના આવે તો તે હંમેશાં માટે બંધ પણ થઈ શકે છે.

ડીઝલ એન્જિન ખૂબ જ જટીલ એન્જિનિયરીંગથી બને છે. ડીઝલ એન્જિન યોગ્ય તાપમાન અને પ્રેશર પર કોઈપણ પ્રકારના ફ્યૂલથી ચાલી શકે છે. જો એક ડીઝલ એન્જિનના કમ્બશન ચેમ્બરમાં એન્જિન ઓઈલ અથવા કોઈપણ પ્રકારનું ફ્યૂઅલ પહોંચે તો પણ તે ચાલ્યા કરે છે. ડીઝલ એન્જિન લાંબા સમય સુધી ચાલતું હોવાનું સૌથી મોટું કારણ ખરાબરીતે અસેમ્બલ કરવામાં આવેલું ટર્બોચાર્જર છે.

ટર્બોચાર્જરમાં ખરાબ થયેલા ઓઈલ સીલ કોઈપણ ડીઝલ એન્જિન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ટર્બોચાર્જર યોગ્યરીતે ચાલવા માટે એન્જિન ઓઈલ પર નિર્ભર કરે છે આથી તેની આસપાસ ઓઈલ ચેનલ હોય છે, જે તેને ઓઈલ સપ્લાય કરે છે. પરંતુ જો એક ઓઈલ સીલ તૂટી જાય, તો એન્જિન ઓઈલના કમ્બશન ચેમ્બરમાં ઘૂસી શકે છે. જો લીક નાનકડું હોય તો તે ચેમ્બરમાં બળી જાય છે. પરંતુ, જો ઓઈલ ફ્લો ખૂબ જ વધારે હોય તો ચેમ્બરમાં પર્યાપ્ત તાપમાન અને પ્રેશર હોય તો ઓઈલ બળવા માંડશે. તમને જણાવી દઈએ કે, ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ્સ નથી હોતા. ચેમ્બરમાં યોગ્ય પ્રેશર અને તાપમાનને કારણે ફ્યૂલ બળે છે. એકવાર જ્યારે એન્જિન ઓઈલ બળવા માંડે તો ફ્યૂલની જરૂર નથી પડતી અને ત્યારે એન્જિન રનિંગ અવેનો પ્રોબ્લેમ આવવા માંડે છે.

ડીઝલ એન્જિનના એન્જિન સ્પીડમાં આવનારું ફ્યૂલ કંટ્રોલ થાય છે, પરંતુ લીકથી આવતા ફ્યૂલને કંટ્રોલ નથી કરી શકાતું. ઘણા મોર્ડન એન્જિમાં કટ-ઓફ વાલ્વ હોય છે, જે એન્જિનને ચોક કરીને તેને બચાવી લે છે. પરંતુ તેને કારણે એન્જિનના બચવાના ચાન્સીસની ગેરેન્ટી નથી હોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp