26th January selfie contest

શિયાળામાં સ્વેટર પહેરીને સૂવુ સ્વાસ્થ્ય માટે બની શકે છે ખતરનાક, જાણો કઈ રીતે?

PC: onlymyhealth.com

સામાન્ય રીતે શિયાળામાં ઠંડીથી બચવા માટે ઘણા લોકો ઉનના કપડાં પહેરીને સૂવાનું પસંદ કરે છે. એ સિવાય ભારે ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલાક લોકો ગરમ કપડાંઓનું લેયર પહેરે છે. તેનાથી ઠંડીથી રાહત તો મળી જાય છે પરંતુ, ગરમીથી ઊંઘ મેળવવાની આ રીત સ્વસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વેટર કે કપડાં પહેરીને સુવાથી તમારા શરીર પર ઘણા પ્રકારના સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એમ ઉનની ક્વોલિટીના કારણે થાય છે. ઉન ઉષ્માનું કુચાલક હોય છે.

એ તમારા રેશા વચ્ચે મોટી માત્રામાં એર ટ્રેપ કરી લે છે. આ કારણે આપણાં શરીરમાં ઉત્પન્ન થનારી ગરમી લોક થઈ જાય છે અને બહાર નીકળતી નથી. આ રીતે આપણે ઠંડીથી બચી રહીએ છીએ પરંતુ, તેની અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે ઉનના કપડાં પહેરીને સુવું કેમ ખતરનાક છે? તેનાથી આપણાં સ્વાસ્થ્ય પર કયા પ્રકારના નુકસાન થઈ શકે છે?
સ્વેટર પહેરીને સુવાથી થતા નુકસાન:

શિયાળામાં શરીરના બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે. ઉની કપડાં પહેરીને સુવાથી શરીર ગરમ થઈ જાય છે પરંતુ, ગરમી બહાર નીકળી શકતી નથી, જેથી બેચેની, ગભરાટ, BPની સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકોને ઉનથી એલર્જી પણ હોય શકે છે. આ લક્ષણોને ઓળખો. તમને ઉનથી એલર્જી તો નથી. જો એ પ્રકારની પરેશાની છે તો ઉનના કપડાંથી અંતર જાળવો.

એ સિવાય ખંજવાળની સમસ્યા, સ્કીન પર રેશીસ થવું, ચિડાયેલી આંખો, નાક વહેવી, ખાંસી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

રાતની ઊંઘ પણ ખરાબ થઈ શકે છે. સારી ઊંઘ લેવા માટે બોડીનું તાપમાન જાળવી રાખવું પડે છે પરંતુ, સ્વેટર પહેરવા પર એવું સંભવ થઈ શકતું નથી. સ્વેટર પહેરવા પર બોડીનું તાપમાન અંદર જ ટ્રેપ થઈ જાય છે. આ કારણે રાતે સૂતી વખતે બેચેની અનુભવાય શકે છે. આગામી સવારે તમને થાક અને આળસ અનુભવાય શકે છે.

ગરમ કપડાંના રેશા સામાન્ય રીતે રેશાની તુલનામાં મોટા હોય છે. તેમની વચ્ચે ઘણા એર પોકેટ હોય છે જે એક ઇન્સૂલેટરના રૂપમાં કામ કરે છે. શિયાળામાં આપણે સ્વેટર પહેરીને ધાબળામાં સૂઈ જઈએ છીએ તો આપણું તાપમાન વધી જાય છે. શરીરનું વધેલું તાપમાન ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે એટલે તેમણે સ્વેટરની જગ્યાએ થર્મોકોટ પહેરીને સૂવું જોઈએ.

ઉનાળાની જેમ શિયાળામાં પણ આપણને પરસેવો આવે છે. શિયાળામાં ઠંડીના કારણે તેનો અનુભવ થતો નથી. સ્વેટરમાં પરસેવો શોષવાની ક્ષમતા વધારે હોતી નથી. પરસેવો અને સ્વેટરની ગરમીથી સ્કિનના પોર્સ બ્લોક થઈ જાય છે. બહારની હવા ન જવાના કારણે પરસેવો શરીર પર જ બનેલો રહે છે. તેનાથી આખા શરીરમાં ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ઘણી વખત ઇન્ફેક્શનના કારણે શરીર પર પેચેજ પણ થઈ જાય છે.

સ્વેટર પહેર્યા બાદ તમારા શરીરનું ઉપરનું તાપમાન તો ઓછું થઈ જાય છે પરંતુ, આંતરિક તાપમાન રેગ્યૂલેટ થઈ શકતું નથી. રાતે સૂતી વખતે બોડીનું તાપમાન ઓછું હોવું જોઈએ, તેનાથી બોડીની હીલિંગ પ્રોસેસ અને રિકવર સારું થાય છે. એ સિવાય શરીરનું મેટાબોલિઝ્મ પણ સારું હોય છે. સ્વેટર પહેરીને સૂવાના કારણે શરીરનું તાપમાન આખી રાત વધારે રહે છે.

ઉનમાં થર્મલ ઇન્સ્યૂલેશન સારું હોય છે પરંતુ, તે પરસેવો શોષી શકતું નથી એટલે આ બેક્ટેરિયા ઉત્પન્ન થવા અને જન્મ લેવાનું કારણ બને છે જેથી પગ કે હાથોમાં એલર્જી થાય છે, સ્કીન પણ ખરી જાય છે. પરસેવો શોષવાના કારણે કોટનના મોજા પગ માટે આરામદાયક હોય છે. રાતે સૂતી વખતે ઉનના મોજાની જગ્યાએ કોટનના મોજા પહેરો.

ઉનના કપડાં પહેરવા પહેલા કોટન કે રેશમના કપડાં પહેરો. સ્કિનને સોફ્ટ રાખવા માટે મોઈશ્ચરાઇઝર લગાવો અને પછી સ્વેટર પહેરો.

મોટા સ્વેટરની જગ્યાએ સૂતી વખત લાઇટ કે બ્રીદેબલ કપડાં પહેરો. વધારે ફરવાળા સ્વેટર, મોજા, ગ્લવ્સ કે ટોપી પહેરવાનું ટાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp