આંખોના આ લક્ષણોની ન કરતા અવગણના નહીં તો થઇ શકે છે આવી ગંભીર બીમારીઓ

PC: youtube.com

શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓ થતી હોય છે. તેના પર દરેક લોકો ધ્યાન આપે છે. ત્યારે ચહેરો પર પણ દરેક લોકો ધ્યાન આપે છે. પરંતુ આખનું શુ? તમે દિવસમાં કેટલી વાર આંખ પર ધ્યાન આપો છો? ઘણાં સંકેત એવા છે જેના પર ધ્યાન રાખવાથી તમારા શરીરમાં ધીમે-ધીમે રહેલી બીમારીઓના વિશે જાણકારી મેળવી શકાય છે... આવો જાણીએ એવા જ કેટલાક સંકેતોના વિશે..

શિયાળામાં તરસ ઓછી લાગે છે,એવામાં પાણી પણ ઓછી પીવામાં આવે છે, ધ્યાન રાખો તમારે ઠંડીથી બચવા માટે હીટરના આજુબાજુ બેસવુ નહીં. જેથી આંખો પોતાની રોશની ખોઈ બેસે છે. ત્યાં સુધી કે ત્વચા પણ ખૂબ ડ્રાઇ રહે છે.

લેપટોપ અથવા મોબાઇલ પર કામ કરતા સમય ચશ્મા અથવા વાદળી લાઇટવાળા ફિલ્ટરનો ઉપયોગ કરો. ઉપકરણોથી નીકળનારી યૂવી રેજથી બચાવ થશે. તે સિવાય ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેથી નીકળનારી વિકિરણથી પણ આંખોમાં સુકાપન આવે છે. જે ધીમે-ધીમે બીમારીમાં ફેરવાય છે.

જોન્સ હોપકિંસ વિલ્મર આઉ ઇન્ટીટ્યૂટ, બાલ્ટીમોર, યૂએસએમાં થયેલી એક શોધથી જાણકારી મળી છે કે સીડીઇડી એટલે કે ક્રોનિક ડ્રાઇ આઇ ડિજીજથી પીડિતા લોકો સામાન્ય લોકોની તુલનામાં વાંચવામાં ધીમે થઇ જાય છે.

જેથી પીડિત વ્યક્તિની વાંચવાની ગતિ 10 ટકા સુધી ધીમી હોય છે અને 30 મિનિટથી વધુ વાંચવુ તેના માટે મુશ્કેલી ભર્યુ થઇ જાય છે. એવામાં આંખ લાલ થવી, તેમાં પીડા થવી, અચાનક જોવાનુ બંધ થવુ, એક વસ્તુ બે દ્રશ્યમાં દેખાવી, આંખમાં કાળા ધબ્બા આવવા, વાંચન અને રાતમાં જોવામાં મુશ્કેલી થવી, સહિત જેવી મુશ્કેલી ઉપત્પન્ન થઇ શકે છે. તેને નજરઅંદાજ કરવુ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

એવી રીતે બાળકોની આંખોનું પણ ધ્યાન રાખવુ અત્યંત જરૂરી છે. તેની આંખોનું ધ્યાન રાખવું તમારૂ કામ છે. જો બાળકને વાંચવા-લખવાની પ્રવૃતિમાં અચાનક ઉણપ આવે, તો તેને અવગણ ના કરો. તે સમયે બાળકને સતત પુછતા રહો કે તેને જોવામાં તો કોઇ મુશ્કેલી નથી થઇ રહીને. જો તેને કોઇ સમસ્યા આવે છે તો એવામાં તેને એનબ્લાયોપિય (ચશ્મા પહેર્યા બાદ પણ અસ્પષ્ટ દેખાવવુ) જેવી ગંભીર બીમારી થઇ શકે છે. એટલા માટે બાળકોની આંખોની સમય અનુસાર તપાસ કરાવો.

30 વર્ષની ઉંમર બાદ આંખોની નિયમિત તપાસ જરૂર કરાવો. 40 વર્ષની ઉંમરમાં આંખોના ઇન્ટ્રાઓકુલર પ્રેશર ટેસ્ટ કરાવો. જેથી ગ્લુકોમા અને કેટરેક્ટ જેવી સમસ્યાઓનો સમય રહેતા જાણકારી મળે છે. એટલા માટે વસ્તુના સાથે આંખોનું ધ્યાન રાખવુ અત્યંત જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp