8 મોત પછી અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી થઇ ગઇ? શું કહે છે ફાયરના વડા

PC: thelogicalindian.com

અમદાવાદની 59 જેટલી ખાનગી હોસ્પિટલોને ફાયર સેફ્ટિના ભંગ બદલ મ્યુનિસિપલ કોર્પોરેશને સામૂહિક નોટીસ ફટકારી છે. આ હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટિનું એનઓસી નહીં હોવાથી તેમને તત્કાલ વ્યવસ્થા કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. જો કે અમદાવાદમાં હજી એક હજાર કરતાં વધુ હોસ્પિટલોનો સર્વે બાકી હોવાનું જાણવા મળે છે.

ગઇ 6ઠ્ઠી ઓગષ્ટના રોજ નવરંગપુરાની શ્રેય નામની એક ખાનગી કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ ફાટી નિકળતાં આઠ દર્દીઓના મોત થયાં હતા. આ ઘટના પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં 25મી ઓગષ્ટથી તમામ હોસ્પિટલો અને ક્લિનિકમાં ફાયર સેફ્ટિની ચકાસણી કરવામાં આવી રહી છે. એવી જ રીતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ આગ ફાટી નિકળતાં વડોદરાના સ્થાનિક તંત્રએ ખાનગી હોસ્પિટલોને ફાયર સેફ્ટિના ભંગ બદલ નોટીસ આપવાનું શરૂ કર્યું છે.

અમદાવાદની હોસ્પિટલમાં જ્યારે આગની ઘટના બની ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોની તપાસ કરવા અને ફાયર સેફ્ટિના નોર્મ્સ બાબતે પગલાં લીધા હતા. એ સમયે સાત દિવસમાં એનઓસી લઇ લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં 2247 જેટલી ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક આવેલાં છે.

કોવિડ ડેઝિગ્નેટેડ સિવાયની હોસ્પિટલો હોવાથી અત્યાર સુધીમાં 1221 હોસ્પિટલોને નોટીસ અપાયેલી છે જ્યારે 59 હોસ્પિટલો પાસે એનઓસી નહીં હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે શહેરની મોટાભાગની હોસ્પિટલો અર્થલીક સર્કિટ બ્રેકર ધરાવતી નથી. કેટલીક હોસ્પિટલો પાસે લોખંડની સીડીની વ્યવસ્થા પણ નથી. વેન્ટિલેશનની પણ સુવિધા કેટલીક જગ્યાએ નથી.

મ્યુનિસિપલ સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં નિયમ અનુસારની ફાયર સેફ્ટીની એનઓસી  છે પરંતુ રાજ્ય સરકાર સંચાલિત સોલા ખાતેની સિવિલ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટિ માટેની એનઓસી નથી. શહેરની હોસ્પિટલોના સર્વે અંગે ફાયરબ્રિગેડના વડા એમએફ દસ્તૂર કહે છે કે શહેરમાં હજી 1026 જેટલી ખાનગી હોસ્પિટલોમાં સર્વે બાકી છે અને તેને પૂર્ણ થતાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp