સફેદ ડાઘના દર્દીઓ માટે આવ્યા છે આ સારા સમાચાર

PC: blogspot.com

25મી જૂને વિશ્વભરમાં ઈન્ટરનેશનલ વિટિલિગો દિવસ ઉજવાય છે ત્યારે દેશની રક્ષા પ્રબંધન સંસ્થા DRDOએ કોઢના દર્દીઓ માટે સારા સમાચાર આપ્યા છે અને સફેદ ડાધાને નાથવા માટે એક હર્બલ દવાની શોધ કરી છે, જે સફેદ ડાઘ માટે રામબાણ છે.

ઉલ્લેખનીય છે કે સફેદ ડાઘના દર્દીઓ આમ બધી રીતે ફીટ હોય છે, પરંતુ તેમની સ્કિન સફેદ થઈ જવાને કારણે સામાજિક રીતે તેઓ અત્યંત શરમ મહેસૂસ કરે છે. પરંતુ ભારતમાં હવે આ રોગના દર્દીઓ માટે સારા સમાચાર છે, જ્યાં લ્યુકોસ્કિન નામની હર્બલ દવા તેમને ઘણે અંશે ફાયદેમંદ થઈ રહે છે. આ દવાને વિકસિત કરનારા ડૉક્ટર હેમંત પાંડેને આગલા મહિને ભારત સરકારે ‘વિજ્ઞાન પુરસ્કાર’થી પણ સન્માનિત કર્યા હતા.

આજે ઈન્ટરનેશનલ વિટિલિગો દિવસ પર ડૉ. હેમંત પાંડે આ દવા બાબતે વિસ્તારથી જણાવે છે કે વિટિલિગો એટલે કે સફેદ ડાઘની વિશ્વમાં અનેક દવા છે, જેમાં એલોપેથિક દવાઓ, ઑપરેશન અને અને મૂળ ઉપચાર સાથે અપાતી અજંગ્ટિવ થેરાપી પણ સામેલ છે. પરંતુ આ બધાની સમસ્યા એ છે કે સફેદ ડાધની બીમરીમાં આમાંના કશાની યોગ્ય અસર થતી નથી. અધૂરામાં આ ઈલાજ ઘણો મોંઘો છે અને તેનાથી લાભ ઘણો ઓછો થાય છે.   

પરંતુ ડૉ. પાંડેએ આ બીમારીના કારણો પર ઘણું ધ્યાન આપ્યું અને તેના માટે એક વ્યાપક ફોર્મ્યુલા વિકસાવી. આ દવા માટે તેમણે હિમાલયની કેટલી જડીબુટ્ટીઓનો પણ ઉપયોગ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લ્યુકોસ્કિન મલમ અને મોઢેથી પી શકાય એવા લિક્વિડ એમ બંને રીતે ઉપ્લબ્ધ છે. 

ઉલ્લેખનીય છે કે સફેદ ડાઘની બીમારી વિશ્વમાં માત્ર એક કે બે ટકા લોકોને જ થાય છે, પરંતુ ભારતમાં આ રેસિયો ઉંચો છે અને ચારથી પાંચ ટકા લોકોને આપણે ત્યાં આ બીમારી થાય છે. એવા સમયે DRDO તરફથી મળેલા આ સમાચાર અત્યંત રાહતભર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp