શિયાળામાં પીવો લવિંગની ચા, બીમારીઓ રહેશે દૂર

PC: Newfriars

લવિંગ આમતો ગમે તે સમયે લેવાય એવી ઓષધિ કહી શકાય, પરંતુ તેનો ગુણ ગરમ હોવાના કારણે ગરમી કરતા ઠંડીમાં તેને લેવુ વધારે સારુ છે. લવિંગમાં ફોસ્ફરસ, પોટેશિયમ, પ્રોટીન, આયરન, સોડિયમ, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. લવિંગમાં વિટામીન એ અને સી ની સાથે જ મેગ્નેશિયમ અને ફાઇબર પણ રહેલ હોય છે. ઠંડીમાં લવિંગની ચા પીવાથી હેલ્થ સારી રહે છે. જાણો લવિંગની ચા પીવાના ફાયદા.

પાચનતંત્ર તંદુરસ્ત રહે

લવિંગની ચા પીવાથી પાચનતંત્ર સંબંધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. લવિંગની ચા પાચનતંત્રને ઉત્તેજિત કરે છે અને એસિડીટીને ઓછી કરે છે. જમ્યા પહેલા લવિંગની ચા પીવાથી લાળની ઉત્પાદન પ્રક્રિયા ઉત્તેજિત થાય છે જે ભોજનને પચાવામાં મદદ કરે છે.

દુખાવો દુર કરે

લવિંગની ચા દાંતના દુખાવાને દુર કરવામાં મદદ કરે છે. એમાં એંટીબેક્ટેરિયા ગુણ જોવા મળે છે. લવિંગનુ તેલ પણ દાંતના દુખાવામાં આરામ અપાવે છે. દુખાવાના સમયે જો એક લવિંગ મોં માં રાખી લો અને તે મુલાયમ થઇ જાય પછી તેને ધીરે ધીરે દબાવો તો દાંતનો દુખાવો ઓછો થઇ જશે. માથાના દુખાવા પર લવિંગનુ તેલ માથા પર લગાવાથી રાહત મળે છે.

કફ દૂર કરશે

સાઇનસ અથવા છાતીમાં દુખાવાની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. જો તમને સાઇનસ નો પ્રોબ્લમ છે તો રોજ સવારે લવિંગની ચા પીવાથી ઇન્ફએક્શન ઓછુ થિ જાય છે અને સાઇનસથી રાહત મળે છે. લવિંગમાં રહેલ યૂગેનોલ ભરેલી ચેસ્ટને તુરંત રાહત આપવામાં મદદ કરે છે.

અસ્થમામાં પણ રાહત

લવિંગને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. એમાં મધ મિલાવીને દિવસમાં ત્રણ વાર પાણી પીવાથી અસ્થમા રોગિઓને ઘણો લાભ થાય છે. લવિંગના તેલનો અરોમાં પણ શ્વાસના રોગોમાં રાહત આપવામાં મદદ કરે છે. તેને સુંધવાથી શરદી, તાવ, કફ, દમ બ્રોંકાઇટિસ, સાઇનસાઇટિસ વગેરે સમસ્યાઓમાં તુરંત રાહત મળે છે.

ચેપથી રાખે દૂર

આયુર્વેદાચાર્ય ડોક્ટર મોહન જણાવે છે કે એંટીસેપ્ટિક ગુણોના કારણે લવિંગ ઘણા પ્રકારની સ્કિન સંબંધી સમસ્યાઓ અને ચેપને દૂર કરવામાં મદદ કરે છે. લવિંગમાં ઘણા પ્રકારના તેલ રહેલ હોય છે જે શરીરના વિષૈલ તત્વોને દૂર કરે છે. તેને વાગ્યા પર લગાવવાથી ઇન્ફેક્શન નથી થતુ અને વાગેલુ જલ્દી મટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp