માત્ર આટલું ખાશો તો મગજ ચાલશે તેજ

PC: medium.com

મગજને તેજ કરવા માટે લોકો અવનવા કિમિયા કરતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો એમાં સફળ નથી થતા. કેટલાક લોકો તો એમ માનીને હાર સ્વીકારી લેતા હોય છે કે તેજ મગજ ન હોવું કે સારી યાદદાસ્ત ન હોવી એ કુદરતી બાબત છે અને એનો કોઈ ઈલાજ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે મગજની કોઈ કસરત કે બહારની કોઈ દવાને કારણે નહીં, પરંતુ ઘરમાં જ ઉપ્લબ્ધ કેટલાક ખોરાકને કારણે મગજને તેજ કરી શકાય છે.

એ વાત તો બધા જાણે જ છે કે બદામ, પિસ્તા, અંજીર, અખરોટ કે સૂરજમુખીના બી યદદાસ્ત વધારવામાં મદદરૂપ બનતા હોય છે. કારણ કે એ બધામાં ઓમેગા થ્રી ફેટી ઍસિડ, વિટામિન ઈ અને એન્ટી ઑક્સિડન્ટ હોય છે.

તો ગાજરમાં નાઈટ્રેટ નામનું તત્ત્વ જોવા મળે છે, જે બ્રેનમાં ઑક્સિજનની સપ્લાય કરવામાં મદદ કરે છે. આથી ગાજરનો સલાડ અથવા સૂપમાં વપરાશ વધારી દેવો જોઈએ, જેથી તમારા પૂરા પરિવારને તેનો લાભ મળે. આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનિરલ્સથી ભરપૂર અનાજનો પણ ખોરાકમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી મગજ હંમેશાં તાજગીસભર રહે.

લીલા પાંદડાવાળી શાકભાજીઓ પણ વિટામિન્ટ્સથી ભરપુર હોય છે, જે બ્રેન સેલ્સના નિર્માણ માટે મહત્ત્વના હોય છે. આથી સલાડ, રાયતુ કે સૂપમાં લીલા શાકભાજીનો ઉપયોગ વધારી દેવો જોઈએ. ટામેટામાં લાયકોપિન વધુ પ્રમાણમાં હોય છે, જે મગજની કોશિકાઓની વૃદ્ધિ માટે મદદરૂપ બને છે. આથી માત્ર સલાડમાં જ નહીં, શાક અને સુપમાં પણ તેનો ઉપયોગ વધારી દેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp