પિત્તની પથરીનો અસરકારક ઉપચાર

PC: deccanchronicle.com

પિત્તમાં કોલેસ્ટ્રોલ અને બિલરુબિન માત્રા વધુ થવાથી પથરી ઉત્પન્ન થાય છે. પિત્તની પથરીને ઘરગથ્થુ ઉપચાર દ્વારા મટાડી શકાય છે.

પિત્તની પથરીનો સચોટ ઉપાય

પિત્તની પથરી ઉત્પન્ન થવી એ ભયંકર પીડાદાયક રોગ છે. જેમાં લગભગ 80 ટકા પથરી કોલેસ્ટ્રોલથી ઉત્પન્ન થાય છે. પિત્ત એ લિવરમાં ઉત્પન્ન થાય છે અને પિત્ત ફેટયુક્ત ભોજનને પચવામાં મદદ કરે છે. પણ જ્યારે પિત્તમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જવા પામે છે ત્યારે પથરીનું નિર્માણ થાય છે. પિત્તની પથરી ઘરગથ્થુ ઉપચારથી મટી શકે છે.

સફરજનનો રસ અને સફરજન સાઈડર સરકો

સફરજ આપણને ડોક્ટરોથી દૂર રાખે છે, પરંતુ એક ગ્લાસ સફરજનના રસમાં સફરજન સાઈડર સરકો એક ચમચો ઉમેરીને દિવસમાં એક વાર પીવું જોઈએ. સફરજનમાં મેલિક એસિડ હોય છે જે પથરીને નરમ કરવામાં મદદરૂપ થાય છે અને સરકો કોલેસ્ટ્રોલમાંથી પથરીને બનતા અટકાવે છે. આ ઉપચાર કરવાથી ખૂબ જ ઝડપથી પથરીના દર્દને મટાડી શકાય છે. 

નાસપતી

નાસપતી પિત્ત અને પથરીની તકલીફમાં બહુ જ લાભદાયક છે. અમેરિકા મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 80 ટકા પિત્તમાં પથરી કોલેસ્ટ્રોલ બનતા અટકાવે છે. નાસપતીમાં પેક્ટિન નામનું તત્વ આ પથરીનો સહેલાઈ નિકાલ કરી શકે છે.

બીટ, કાકડી અને ગાજર પણ પથરીમાં ઉપયોગી છે

પિત્તાશયની થેલીને સાફ અને મજબૂત કરવા માટે લીવરની સફાઈમાં બીટનો રસ, કાકડીનો રસ અને ગાજરના રસને સરખી માત્રામાં ભેગું કરવું. આ મિશ્રણ પેટ અને લોહીની સફાઈ માટે મદદ કરે છે.

સિંહપર્ણી

સિંહપર્ણીના પાંદડા લીવરને મજબૂત, મૂત્રાશયન કામમાં મદદરૂપ અને પિત્તને બનતું રોકવા અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. એક કપ પાણીમાં એક ચમચી સિંહપર્ણીના પાંદડા મેળવો. તેને થોડો સમય રહેવા દો પછી એક ચમચી મધ મેળવો. બ્લડપ્રેશરના દર્દીઓએ આ ઉપચાર કરવો હિતાવહ નથી. 

ફુદીનો

ફુદીનામાં ટેરપેન નામનું કુદરતી તત્વ હોય છે જે પિત્તની પથરીને ધોઈ નાખવા માટે જાણીતું છે. જે પિત્તનો પ્રવાહ અને અન્ય પાચક રસોને ઉત્તેજિત કરે છે. જે પાચનક્રીયામાં ખૂબજ લાભદાયી છે. પિત્તની પથરીના ઉપચાર માટે ફૂદીનાની ચાહ પીવી લાભકારી છે.

ઈસબગુલ

એક ઉચ્ચ ફાયબર આહાર જે પિત્તાશયની પથરીની સારવાર માટે ખૂબજ ઉપયોગી છે. ઈસબગુલ પિત્તમાં કોલેસ્ટ્રોલને બાંધે છે અને પથરી બંધાતા રોકે છે. આપ આ ઉપચાર ફાયબરયુક્ત ભોજન સાથે અથવા રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીની સાથે લઈ શકો છો.

લીંબૂનો રસ

લીંબૂનો રસ કુદરતી રીતે પ્રવાહી હોવાથી સરકાની જેમ કાર્ય કરે છે અને લીવરમાં કોલેસ્ટ્રોલ બનતા અટકાવે છે. રોજ ભૂખ્યા પેટે ચાર લીંબૂનો રસ લો. આ પ્રયોગ નિયમીત રીતે ચાર અઠવાડિયા સુધી કરવો. આનાથી પથરીની સમસ્યા આસાનીથી દૂર થઈ શકે છે.

લાલ શિમલા મરચું 

2013માં થયેલા એક અભ્યાસ અનુસાર શરીરમાં રહેલું વિટામિન-સી પથરીની તકલીફ દૂર કરે છે. એક લાલ શિમલા મરચામાં લગભગ 95 મિલિગ્રામ વિટામીન-સી હોય છે, આ માત્રા પથરીને રોકવા માટે પૂરતું હોય છે. જેથી ભોજનમાં સિમલા મરચાનો ઉપયોગ કરવો આવશ્યક છે.

વાઈન

શોધકર્તાઓએ શોધી કાઢ્યું છે કે, અડધો ગ્લાસ વાઈન પિત્તની પથરીની તકલીફને લગભગ 40 ટકા ઓછું કરી નાખે. એક દિવસમાં એક ગ્લાસ વાઈનનો ઉપયોગ કરવો જોઈએ એનાથી વધુ નહીં.

કઠોળ અને અનાજ

પાણીમાં મળી શકે તેવા ફાઈબરયુક્ત ખાદ્ય પદાર્થો જેવા કે કઠોળ અને અનાજનો ભોજનમાં ભરપૂર ઉપયોગ કરો. ફાઈબલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને ઓછું કરી સ્વાભાવિક રીતે જ પથરીને બનતા રોકવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp